SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया। ૨૬૩ પાછળ માત્ર મોંઢું દેખાય એ રીતે ગોઠવાઈ ગયો. યમદેવતા વિચારમાં પડી ગયા કે આમાં સાચો શિલ્પી કોણ ? એકને બદલે બીજાને તો લઈ જઈ શકાય નહિ. છેવટે યમદેવતાએ યુક્તિ કરી. એમણે પહેલાં શિલ્પીના ભારોભાર વખાણ કરતા કહ્યું કે જિંદગીમાં આવું આબેહૂબ ક્યારેય જોયું નથી. યમદેવતાના મુખે પ્રશંસા સાંભળી શિલ્પી મનમાં રાજી થયો. પોતાની કલા દ્વારા, યમદેવતાને પણ પોતે છેતરી શકે છે એ માટે ગર્વ થયો. ત્યાં યમદેવતાએ કહ્યું, “શિલ્પીએ આટલી બધી સરસ કારીગરી કરી છે, પરંતુ માત્ર એક નાની ભૂલ રહી ગઈ છે.” એ સાંભળી શિલ્પીથી રહેવાયું નહિ. પોતાની કલામાં કોઈ ખામી કાઢી શકે ? તરત એ બોલ્યો, “કઈ ભૂલ છે ?' યમદેવતાએ કહ્યું, “બસ તું આ બોલ્યો એ જ તારી ભૂલ. તું પકડાઈ ગયો. તે આખી દુનિયાને છેતરી શકે, પરંતુ મનેયમદેવતાને છેતરી ન શકે. જગતના ઇતિહાસમાં આજ દિવસ સુધી એવી કોઈ ઘટના બની નથી અને બનશે પણ નહિ.” આમ યમરાજાના પંજામાંથી કોઈ છટકી શકતું નથી. કોઈના પ્રાણ જલદી ન નીકળતા હોય તો એમ લાગે અને લોકો બોલે પણ ખરા કે એ યમદેવતાને હંફાવે છે. પરંતુ વસ્તુતઃ યમદેવતા તેને હંફાવતા હોય છે. મૃત્યુ જેમ અનિવાર્ય છે તેમ અનિશ્ચિત પણ છે. અકસ્માતોમાં મૃત્યુ થાય છે કે માણસ આત્મઘાત કરે છે તેમાં મૃત્યુ વહેલું આવેલું દેખાય છે એ તો સાચું, પરંતુ બધાંનું મૃત્યુ વયાનુસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy