SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૫૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પરથી એની નગરીનું નામ પડ્યું હતું ઇષકારનગર. છે જીવો દેવગતિમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યગતિમાં અવતર્યા હતા. પૂર્વના ઋણાનુબંધ અનુસાર તેઓ છએ ઇષકારનગરમાં જન્મ્યા હતા. એમાંથી ચાર બ્રાહ્મણકુળમાં અને બે ક્ષત્રિયકુળમાં રાજારાણી તરીકે જન્મ્યા હતા. બ્રાહ્મણકુળમાં જન્મેલા એક તે પુરોહિત હતા. બીજો જીવ તે એમની પત્ની યશા હતી. બીજા બે જીવો તે એમના બે દીકરાઓ હતા. મોટા થતાં આ બંને કુમારોને એક વખત એક યોગી મહાત્માનાં દર્શન થયાં. દર્શન થતાં જ બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વ ભવનું જ્ઞાન થતાં જ બંને કુમારોને જન્મ, જરા અને મૃત્યુવાળા સંસારથી વિરક્ત થઈને દીક્ષા લેવાના ભાવ થયા. એથી ઘરે આવીને તેઓએ પિતાજી આગળ પોતાની ઇચ્છા દર્શાવી. પિતા પુરોહિતે કહ્યું કે “તમે બંને પહેલાં વેદાભ્યાસ કરો, બ્રાહ્મણોને જમાડો, ગૃહસ્થાશ્રમમાં દાખલ થાવ, ભોગ ભોગવો અને પછી દીક્ષા લેજો.' પરંતુ પિતાની આ વાત પુત્રોએ સ્વીકારી નહિ. પોતે શા માટે સ્વીકારતા નથી તે પણ સમજાવ્યું. પિતાએ વિવિધ દલીલો સાથે પુત્રોને દીક્ષા ન લેવા માટે કહ્યું, પરંતુ પુત્રો તે પ્રત્યેક વાતનો બરાબર પ્રત્યુત્તર વાળતા હતા. પુત્રોએ કહ્યું છે: પિતાજી, આ લોક મૃત્યુથી પીડાઈ રહ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy