SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए। ૨ ૩૭ કવિની કવિત્વશક્તિનો ખ્યાલ આવી શકે છે. કવિ પાસે કેવી કલ્પના છે, અલંકારશક્તિ છે, મૌલિકતા છે, અભિનવતા છે, શબ્દપ્રભુત્વ છે એ એક શ્લોક કે કડી વાંચતા જ સમજાઈ જાય છે. ભાષામાં એટલી શક્તિ છે કે વ્યવહારમાં એમ કહેવાય છે કે માણસ એક વાક્ય બોલે ત્યાં એનાં જાતિ અને કુલની ખબર પડી જાય. (યદા યદા મુચતિ વાક્યબાણ, તદા તદા જાતિકુલ પ્રમાણમ્) આ સંસારમાં અસંખ્ય કે અનંત પદાર્થોમાં સામ્ય કે વૈષમ્યનાં લક્ષણો જોવા મળે છે. જ્યાં સામ્ય નજરે પડે અને એની પરીક્ષાની જરૂર પડે ત્યારે એના એકાદ નાના અંશને તપાસી જોતાં સમસ્ત ચીજવસ્તુની પરખ થઈ શકે. એક મોટું ફળ હોય તો એની નાની ચીરી કે પતીકું ખાતાં ફળના સ્વાદની ખબર પડી જાય છે. સ્વાદ જાણવા માટે આખું ફળ ખાવાની જરૂર નહિ. તપેલું ભરીને દૂધ હોય તો તે સારું રહ્યું છે કે ફાટી ગયું છે તે જોવા માટે એક ચમચી જેટલું દૂધ લઈને કે આંગળી બોળીને ચાખવાથી ખબર પડે છે કે તે કેવું રહ્યું છે. જમણવારમાં રસોઈઆઓ દાળ, કઢી ઇત્યાદિ કરતી વખતે એકાદ ચમચી જેટલું લઇને સ્વાદ ચાખી જુએ છે કે તે બરાબર થઈ છે કે કેમ. જ્યાં વસ્તુમાં વિષમતા હોય અથવા વિષમતાની દૃષ્ટિએ એની પરીક્ષા કરવાની હોય તો ત્યાં ઝીણવટભરી પરીક્ષા આવશ્યક બને છે. સરખાં મોતીની એક સરસ માળા બનાવવાની હોય તો એકે એક મોતી જોઈતપાસીને પસંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy