SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए। ૨ ૩ ૫ સ્ત્રી ઓળખાઈ શકે. સ્ત્રીના પહેરવેશ પરથી તો એ લગ્નપ્રસંગે જાય છે કે મરણપ્રસંગે જાય છે તે પણ જાણી શકાય. ક્યારેક શોખ કે આધુનિકતા ખાતર સ્ત્રીને પુરુષનો વેશ પહેરવો ગમે છે. (પુરુષને સ્ત્રીનો પહેરવેશ પહેરવો ગમે એવું જવલ્લે જ બને છે.) સ્ત્રીઓ પુરુષનો પહેરવેશ પહેરે તો પણ એના વાળ, ચાલ વગેરે પરથી પણ તે ઓળખાઈ આવે. ક્યારેક વાળ પણ પુરુષ જેવા કર્યા હોય તો તરત ન ઓળખાય. એક જાણીતો ટુચકો છે કે એક દિવસ કોઈક શાળાનાં નાનાં છોકરાછોકરીઓનો રમતનો ઉત્સવ હતો અને એમના વડીલો તે જોવા માટે આવ્યા હતા. એ જોતાં જોતાં એક ભાઇથી બોલાઈ ગયું, “પેલા છોકરાએ સરસ ફટકો માર્યો.' તરત બાજુમાં બેઠેલી કાળા ચશ્મા પહેરેલી વ્યક્તિએ કહ્યું. “એ છોકરો નથી, છોકરી છે.” એમ કે ? તમને કેવી રીતે ખબર ?' એ મારી દીકરી છે.” “ઓહ, મને ખબર નહિ કે તમે એના પિતા છો.' હું એનો પિતા નથી. એની મમ્મી છું.' આ તો સ્ત્રીની આધુનિકતા પર કટાક્ષ છે. ઇસ્લામી દેશોમાં જ્યાં બુરખો પહેરવો ફરજિયાત છે ત્યાં ગુનો કરનારા પુરુષો સ્ત્રીનો બુરખો પહેરીને નીકળતા હોય છે. અલબત્ત, સૂક્ષ્મ નજરે જોનારને તરત ખબર પડી જાય છે કે બુરખો પહેનારની ચાલ સ્ત્રીની છે કે પુરુષની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy