SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ माणं मद्दवया जिणे। [માનને મૃદુતાથી જીતવું ભગવાન મહાવીરે દસવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છેઃ उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे।। माया मज्जवभावेण, लोभं संतोसओ जिणे ।। અર્થાત્ ઉપશમથી (ક્ષમાથી) ક્રોધનો નાશ કરવો, માનને મૃદુતાથી જીતવું, માયાને સરળતાના ભાવથી દૂર કરવી અને લોભને સંતોષથી જીતવો. ભગવાન મહાવીર સ્વામીના આ વચનમાં જેમ સાંસારિક જીવન સારી રીતે જીવવાની ચાવી રહેલી છે તેમ અધ્યાત્મમાર્ગનું ઊંડું રહસ્ય રહેલું છે. જીવ મુક્તિપથગામી કેવી રીતે બની શકે તેનું દિશાસૂચન એમાં રહેલું છે. ભગવાનની વાણી કેટલી બધી સરળ અને હૃદયસોંસરવી ઊતરી જાય એવી છે ! કેટલા ઓછા શબ્દોમાં માર્મિક વાત એમણે કરી છે ! આ ચાર વાક્યોને જ માણસ રોજ નજર સમક્ષ રાખે તો પણ એને વર્તમાન જીવનમાં અને મોક્ષમાર્ગમાં કેટલો બધો લાભ થાય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy