SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ माणं मद्दवया जिणे। ૨ ૧ ૩ ભગવાને આ ગાથામાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મોટા શત્રુઓને જીતવાની વાત કરી છે. એમાંથી અહીં આપણે ફક્ત “માન” વિશે વિચારણા કરીશું. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયના પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એમ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે અને તેની છણાવટ શાસ્ત્રગ્રંથોમાં વિગતે થયેલી છે. ભગવાન મહાવીરે કહ્યું કે મૃદુતાથી માનને જીતો. હવે, તત્ત્વજ્ઞાનથી અનભિજ્ઞ, અધ્યાત્મમાં રુચિ ન ધરાવનાર પુદ્ગલાનંદી, ભવાભિનંદી સાંસારિક જીવ પ્રશ્ન કરશે કે માનને જીતવાની જરૂરી શી ? માન તો જીવનમાં જોઇએ. સ્વમાન વગર જીવાય કેમ ? સ્વમાન વગરનું જીવન એ તો ગુલામીનું બંધન. વળી માન, પ્રશંસા વગેરેથી તો બીજાની કદર થાય છે અને કદર કરવી એ તો સમાજનું કર્તવ્ય છે. માણસને પોતાની સિદ્ધિઓ માટે ગૌરવ થાય એ તો સ્વાભાવિક વૃત્તિ છે. નાના બાળકને પણ પહેલો નંબર આવે તે ગમે છે. માણસને પોતપોતાના ક્ષેત્રમાં “ટોપ ટેનમાં પોતાનું નામ આવે તો પ્રિય લાગે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એવી સિદ્ધિઓની કદર થાય છે. જો આવી કદર કરવામાં ન આવે તો સમાજ બુઠ્ઠો ન થઈ જાય ? અને માણસ આળસુ, ઉદ્યમરહિત, પ્રમાદી ન બની જાય ? એટલે પહેલી વાત તો એ કે માનને જીતવાની જરૂર શી? અને બીજી વાત એ કે માનને જીતવા માટે મૃદુતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy