SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ૨ ૧ ૧ લીધે વસ્તુ પછી ગ્રહણ થઈ જાય અને ભોગવાય. ત્યાં એવી આત્મિક જાગૃતિ હોય છે કે ત્યાગની પણ મહત્તા કે સભાનતા રહેતી નથી. જ્યાં સુધી ત્યાગની સભાનતા છે ત્યાં સુધી ત્યાગ માટેના અહંકારની શક્યતા છે. ત્યાગની સભાનતામાં માનકષાયની સંભાવના છે. ત્યાગના આનંદમાં રાચવામાં, અને ત્યાગ દ્વારા વરૂના ભોગવટામાં માયા-કષાયની સંભાવના છે. એવા મહાત્માઓ માટે ત્યાગ કરીને ભોગવવાના આનંદની પણ કોઈ મહત્તા નથી. ત્યાગ એમનાથી સહજ રીતે થઈ ગયો છે અને એના ભોગવટા પ્રત્યે એમનું લક્ષ નથી. આત્મસ્વરૂપની સહજ સમાધિના પરમાનંદમાં તેઓ લીન બની ગયા હોય છે. એટલે જ ત્યાગ કરવા દ્વારા ભોગવટાની વાત પણ એમને માટે હવે નીચેની ભૂમિકાની બની રહે છે. ત્યાગની ઉચ્ચતમ ભાવના કાર્મણ વર્ગણાના પુગલ પરમાણુઓના ત્યાગ સુધી પહોંચવી જોઈએ. “તસ્વામૃત'માં કહ્યું છેઃ यथा संगपिरत्यागस्तथा कर्मविमोचनम् । तथा च कर्मणां छेदस्तथाऽऽसन्नं परं पदम् ।। [જેમ જેમ સંગનો પરિત્યાગ થાય છે તેમ તેમ કર્મો છૂટાં પડતાં જાય છે; જેમ જેમ કર્મોનો છેદ થાય છે તેમ તેમ પરમ પદ (મોક્ષપદ) પાસે આવતું જાય છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy