________________
૧૭
साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई। [સ્વાધીનપણે ભોગોનો ત્યાગ કરનાર જ ત્યાગી કહેવાય છે]
ભગવાન મહાવીરસ્વામીએ દશવૈકાલિક સૂત્રમાં સાધુઓને ઉદ્દેશીને જે કેટલીક માર્મિક અને હિતકર વાતો કહી છે તે સાધકના હૃદયમાં વસી જાય એવી છે. એમાં ત્યાગીનાં લક્ષણો દર્શાવતાં એમણે કહ્યું છેઃ
वत्थगंधमलंकारं ईच्थीओ सयणाणि य ।
अच्छंदा जे न भुंजति न से चाइ त्ति वुच्चई ।। [વસ્ત્ર, સુગંધી પદાર્થો, અલંકારો, સ્ત્રી તથા શયનાદિનો ઉપભોગ જેઓ સંજોગવશાત્ કરી શકતા નથી તેઓ ત્યાગી કહેવાતા નથી.]
जे य कंते पिए भोए लद्धे विप्पिट्टि कुव्वई ।
साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई ।। સિરસ અને પ્રિય ભોગો ઉપલબ્ધ હોવા છતાં તેના તરફ જે પીઠ ફેરવે છે અને સ્વાધીનપણે ભોગોનો ત્યાગ કરે છે તે જ ત્યાગી કહેવાય છે.]
પ્રાકૃત શબ્દ “ચાઈનો અર્થ થાય છે ત્યાગી.” કોણ સાચા ત્યાગી કહેવાય અને કોણ ન કહેવાય તે અહીં બતાવ્યું છે. કેટલાક માણસોને ત્યાગી થવું પડે છે. કેટલાક સ્વેચ્છાએ ત્યાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org