SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૫૧ કવિઓએ પગના ઝાંઝરમાં મુખરતાનો ગુણ રહેલો છે એમ કહ્યું છે. પોલું હોવાથી તે વધારે અવાજ કરે છે. આથી જ્યાં વધુ અવાજ હોય ત્યાં પોલાણ હોય તેવો એક નિયમ બતાવવામાં આવે છે. જેમ ઝાંઝરની બાબતમાં તેમ મનુષ્યની બાબતમાં પણ કહેવાય છે. જે માણસો બહુ બોલબોલ કરતા હોય છે તે માણસો અંદરથી પોલા હોય છે. કેટલીક વાર પોતાના પોલાણને ઢાંકવા માટે જ માણસો બોલબોલ કરતા હોય છે અને એમ કરવાને કારણે પોતે શું અને કેવું બોલે છે તેનું એમને ભાન રહેતું નથી. તેથી એમના જ બોલવામાં વિસંગતિ આવવા લાગે છે અને વિસંગતિ અસત્યને નોતરે છે. ખલિલ જિબ્રાને કહ્યું છે કે In much talking thinking is half murdered. જે વાચાળ માણસો હોય છે તે જો કંઈ બોલવામાં ભૂલ કરે તો પોતાની ભૂલને ઢાંકતાં કે ફેરવી તોળતાં પણ તેઓને આવડતું હોય છે. જેમ એક અસત્ય બીજા અસત્યને નોતરે છે તેમ એક પ્રકારની મુખરતા બીજા પ્રકારની મુખરતાને નોતરે છે. આવી રીતે મુખરતા-વાચાળપણાની પરંપરા ચાલે છે અને એમાં રહેલાં કેટલાંક અસત્ય વચનોને કારણે તે ઘણા અનર્થો ઉપજાવે છે. “વાચાળ માણસો ભરડે રાખે છે” એવો રૂઢપ્રયોગ વપરાય છે. દળવું અને ભરડવું એ બે વચ્ચેના ભેદની જેને ખબર છે તેને આ સમજાવવું પડે તેમ નથી. મુખરતા અર્થાત્ વાચાળતા ક્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy