SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ लोभाविले आययईं अदत्तं છે. આ રોગ પછાત દેશો કરતાં ધનાઢ્ય દેશોમાં વધુ પ્રવર્તે છે. યુરોપ-અમેરિકાના કેટલાય મોટા મોટા સ્ટો૨માં ShopLiftingના ઘણા કિસ્સા નોંધાય છે. એમાં પકડાઈ જના૨ વ્યક્તિઓ એકંદરે પૈસેટકે સુખી અને સાધનસંપન્ન હોય છે. કશુંક મફત મેળવવાની વૃત્તિ એ જીવની અનાદિકાળની વૃત્તિbasic instict છે. વારંવાર વિધિસર જાહે૨ રીતે મફત મેળવવાના આનંદથી એ પ્રકારની વાસનાના સંસ્કાર એટલા દૃઢ થાય છે કે પછી જ્યારે એ માટે પૈસા ખર્ચવાનો વખત આવે છે ત્યારે માણસને કઠે છે. દઢ થયેલી વાસના એને ચોરી ક૨વા પ્રેરે છે. આવી નાની વસ્તુની ચોરી એ ચોરી કહેવાય નહિ એમ તે પોતાના મનને મનાવે છે. પછી એમાંથી એવી ચોરીની એને ટેવ પડી જાય છે. લોભ અને આસક્તિને કારણે નાની-મોટી ચોરી જેઓ કરે છે તે ત્યાં જ અટકતા નથી. તૃષ્ણા એટલી પ્રબળ હોય છે કે મનુષ્યને તે માયા-મૃષાવાદ તરફ પણ ઘસડી જાય છે. માણસ કશીક નાની-મોટી ચોરી તો કરી લે છે, પરંતુ એને લીધે પછીથી તેને સ્વબચાવ માટે જૂઠું બોલવાનો પણ વખત આવે છે. ચૌરાળામવૃતં વતં । વળી એવી ચીજવસ્તુઓને અંગે એને ખોટા અને અતિશ્યોક્તિભરેલા અભિપ્રાયો આપવાની કે વિચારો દર્શાવવાની ફરજ પણ પડે છે. આમ એક અનિષ્ટમાંથી બીજું અનિષ્ટ અને એમાંથી ત્રીજું અનિષ્ટ જન્મે છે અને એનું ચક્ર ચાલવા લાગે છે. માણસને એ ચક્ર અંતે દુઃખી કરીને જ Jain Education International ૧૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy