SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ન્યૂયોર્કથી લંડન અને લંડનથી ન્યૂયોર્કની પોતાની પહેલી સળંગ-સીધી ફ્લાઇટ ચાલુ કરવા માટે અમેરિકાની એક વિમાન કંપનીએ એ maiden flight માટે જુદા જુદા દેશના સર્વોચ્ચ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત માણસોને મહેમાન તરીકે મફત સફર કરવા માટે નિમંત્રણ આપેલું. એ સફરમાં દરેક યાત્રિકને આ પહેલી સફરની યાદગીરી તરીકે કેટલીક કીમતી ભેટો પણ આપેલી. ત્યારપછી આ સફરમાં દરેકને ભોજન વિમાન કંપનીના નામવાળી ચાંદીની પ્લેટમાં પીરસવામાં આવ્યું અને છરી-કાંટો અને ચમચા પણ ચાંદીના રાખવામાં આવ્યાં હતા. જવાઆવવાની એમ બંને ફ્લાઇટ એક ઉત્સવ જેવી બની રહી હતી. પરંતુ બંને સફરને અંતે ગણતરી કરતાં કંપનીને જણાયું હતું કે મહેમાન-યાત્રિકો ઠીક ઠીક સંખ્યામાં ચાંદીના છરી, કાંટા, ચમચા યાદગીરી તરીકે સંતાડીને ઉપાડી ગયા હતા. કેટલાક તો ચાંદીની પ્લેટ પણ લઈ ગયા હતા. એક ભાઈને જુદી જુદી જાતની એશ ટ્રેનો સંગ્રહ કરવાનો ભારે શોખ હતો. એટલે તેઓ જ્યારે જ્યારે કોઈ હોટેલમાં જાય અને નવી જાતની એશ ટ્રે જુએ કે તરત એ ત્યાંથી ચૂપચાપ ઉપાડી લાવે. એમને એવી કુટેવ પડી ગઈ હતી. શ્રીમંત માણસોની આવી કુટેવ પણ એવી છે કે તેઓ તેને માટે ગોરવ લેતા પણ અચકાતા નથી. આવા કેટલાક સંગ્રહકારો પોતે કઈ કઈ જગ્યાએથી કઈ કઈ વસ્તુઓ ઉપાડી લાવ્યા છે તેનું બયાન પણ રસિકતાથી ગૌરવભેર કરતા હોય છે. તેઓ માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy