SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ તેમનું જીવન પ્રમાદી અને નિષ્ક્રિય બની જાય છે. આવા વધુ પડતા શોખને કારણે જ એવી સંસ્કૃતિઓનું કાળક્રમે પતન થાય છે. લોકોની પ્રતિકારશક્તિ ઓછી થઈ જાય છે. જીવન બેઠાડુ બની જાય છે અને પાડોશી દુશ્મનોનું આક્રમણ થતાં તેઓ પરાજિત થઈ જાય છે. પ્રાચીન સમયમાં સમૃદ્ધ રોમન લોકોનો ખાવાપીવાનો શોખ એટલી હદ સુધી વધી ગયો હતો કે પેટ ભરીને ખાધા પછી ફરી જલદી ભૂખ લાગે એટલા માટે તેઓ ખાધેલું વમન થઈ જાય એવાં ચૂર્ણ લેતા. વૈજ્ઞાનિકો એમ માને છે કે માણસના શરીરના પોષણ માટે બહુ આહારની જરૂર નથી. માણસ પેટ ભરીને જે ખાય છે તેના કરતાં થોડું ઓછું ખાય તો પણ એના આરોગ્ય અને આયુષ્યને વાંધો આવે નહિ. ઊલટાનું વૈજ્ઞાનિકો, તબીબો કહે છે કે વધુ ખાવાથી માણસના આરોગ્ય ઉપર માઠી અસર થાય છે. દિગમ્બર સાધુઓ જીવન પર્યન્ત દિવસમાં ફક્ત એક જ વાર આહાર લેતા હોય છે અને તે પણ બત્રીસ કોળિયા જેટલા મર્યાદિત પ્રમાણમાં. તો પણ તેઓના સરેરાશ આયુષ્યને કોઈ વાંધો આવતો નથી, એટલું જ નહિ, આવી દિનચર્યાને કારણે કેટલાક તો એંશી, નેવું કે સો વર્ષ સુધી જીવે છે. ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવાથી, ઊણોદર રહેવાથી આરોગ્ય એકંદર સારું રહે છે એ તો સર્વસ્વીકૃત મત છે. શરીરને જોઈએ તેના કરતાં વધુ આહાર જો લેવામાં આવે તો પાચનમાં તકલીફ ઊભી થાય છે, શરીરમાં તે ચરબીરૂપે જમા થાય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy