________________
૧૨૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
વિશ્વામિત્ર રામ–લક્ષ્મણને લઈને જનકપુર જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં બૈશાલી નગરી આવી હતી. એના ભવ્ય પ્રાસાદને નિહાળીને બધા પ્રમુદિત થયા હતા. અને રાત્રિભર ત્યાં વિશ્રામ લીધું હતું. આ સમયે ત્યાંના અધિપતિનું નામ સુમતિ મળે છે. સુમતિ રાજા દશરથને સમકાલીન હતો. વિષ્ણુપુરાણ અનુસાર સુમતિ વિશાલની દસમી પેઢીએ થયે હતો.
પાણિનિએ શૈશાલીના શાસક વાજીઓનો ઉલ્લેખ કર્યો છે.
Dફેસર સૂરજદેવ નારાયણ, પ્રેફેસર હરિરંજને વૈશાલીમાં ગણતંત્રની સ્થાપના ક્યારે થઈ, એ પર પ્રકાશ પાડતાં લખ્યું છે કે–એના પરથી એ પરિણામ તારવી શકાય કે શૈશાલી ગણની સ્થાપના શૈશાલીના રાજા સુમતિનું આતિથ્ય સ્વીકાર કરનાર રામાયણના નાયક રામ અને મહાભારત યુદ્ધની વચ્ચેના સમયમાં થઈ હતી. રામના પુત્ર કુશ પછી બૃહદ્બલ સુધી કે જે આ વંશને અંતિમ રાજા હતો અને મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ દ્વારા જેને મારવામાં આવ્યો હતો–અઠ્ઠાવીસ રાજાઓની સૂચી પુરાણમાં પ્રાપ્ત થાય છે. • આ યુદ્ધની ચેસ તિથિ શેધી કાઢવી સહેલી નથી. પરંતુ મહાકાળે તેમજ પુરાણના પ્રમાણેના આધારે ડો. હેમચંદ્રરાય ચૌધરીનો મત એ છે કે અભિમન્યુના પુત્ર પરીક્ષિતનો રાજ્યાભિષેક મોટે ભાગે ૧૪મી સદી ઈ. સ. પૂ.ની મધ્યમાં થયે હતો.૧૧ જે એમ વાત હોય તે બુદ્ધિની કેટલીય શતાબ્દી પૂર્વે વૈશાલીમાં પ્રજાતંત્રનું અસ્તિત્વ સ્વીકારવું પડશે.”
૮. શ્રીમદ્દ વાલ્મીકીય રામાયણ ભાગ ૧, ટી. એમ. કૃષ્ણા ૯. મદ્રવ્રુક્યો ન .
–અષ્ટાધ્યાયી ૪, ૨, ૧૩૧ ૧૦. પ્રી મુસ્લિમ ઈડિયા પૃ. ૩૯૪–૩૯૫ લે.વી. રંગાચાર્ય ૧૧. પોલિટિકલ હિસ્ટ્રી ઓફ ઍસેંટ ઈડ્યિા , પૃ. ૧૬ લે. હેમચંદ્રરાય ચૌધરી ૧૨, વૈશાલી અભિનંદન ગ્રંથ, પૃ. ૧૦૦-૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org