________________
ભૌગોલિક પરિચય
૧૨૧ ભગવાન મહાવીરના સમયે શૈશાલીને અધિપતિ મહારાજા ચેટક હતે.૧૩ ભગવાન મહાવીરના સમયે વૈશાલી ભારતની એક પ્રમુખ નગરી હતી. વર્તમાનકાલમાં મુઝફફરપુર જિલ્લામાં તે બસાઢ નામથી ઓળખાય છે. બસાઢ જ પ્રાચીન શૈશાલી છે. આ સ્થાને પરત્વે સર્વ પ્રથમ કનિંઘમ ધ્યાન કેન્દ્રિત થયું હતું. ૧૪ “વી વયન” સેંટ માટિને આ વિચારનું સમર્થન કર્યું છે. ૧૫ એના પછી કેટલાક પાશ્ચાત્ય વિચારકોએ અન્ય સ્થાપના કરી, પરંતુ બિસેંટ સ્મિથે એને અપ્રમાણિક સિદ્ધ કરીને બસાઢને જ વૈશાલી પ્રમાણિત કરી છે. કે આ માટે એમણે નીચે પ્રમાણે દલીલે પ્રસ્તુત કરી છે–
૧. કિંચિત્ પરિવર્તનથી પ્રાચીન નામ આજ પણ પ્રચલિત છે.
૨. પટના અને અન્ય સ્થાનની ભૌગોલિક સંબંધ પર વિચાર કરવાથી પણ બાસાઢ જ વૈશાલી પુરવાર થાય છે.
૩. ચીની યાત્રી હ્યુએનચ્યાંગે જે વર્ણન કર્યું છે, એ પરથી પણ આપણે આજ નિર્ણય પર આવીએ છીએ.
૪. બસાઢના ખેદકામમાંથી મુદ્રાઓ (મહોર) પ્રાપ્ત થઈ છે. એના ઉપર “વૈશાલી” નામ અંકિત થયેલું છે.
કેટલીયે ઈતિહાસથી અનભિજ્ઞ વ્યક્તિ લછુઆર (જિલ્લા મુંગેર મદાગિરિ) ને લિચ્છવીઓની રાજધાની માને છે પણ તેઅનુચિત છે. કેમકે શૈશાલી જ લિચ્છવીએની રાજધાની હતી, લિચ્છવીઓની ૧૩. ત્રિષષ્ટિ. ૧૦, ૧૮૪–૧૮૫ ૧૪. (ક) આર્યાલાજિકલ-સર્વેરિપોર્ટ, પ્રથમ ભાગ, પૃ. ૫૫–૫૬
ભાગ ૧૬, પૃ. ૬ (ખ) ઇંડાલોજિકલ-સ્ટડીઝ ભાગ ૩, ૫. ૧૦૭ ૧૫. ઇંડાજિકલ-સ્ટડીઝ ભાગ ૩, પૃ. ૧૭ ૧૬. જર્નલ ઓફ રોયલ એશિયાટિક-સોસાયટી, ૧૯૦૨, પૃ. ૨૬૭ ૧૭. ડિકશનરી ઑફ પાલી પ્રાપર નેસ, ભાગ ૨, પૃ. ૯૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org