________________
૧૧૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલને વિજયપુર ઉત્તર બંગાલમાં ગંગાના કિનારા પર આવેલું હતું. જે હાલમાં વિજયનગરના નામે પ્રસિદ્ધ છે. પ્રસ્તુત પ્રદેશ પહેલાં પુડૂ દેશ તરીકે પ્રખ્યાત હતો.
વિશાખા વિશાખાના સ્થાન અંગે વિદ્વાનો એકમત નથી. કેટલાય વિજ્ઞાન એ મત છે કે અધ્યાનું અપર નામ વિશાખા હતું. પરંતુ કેટલાય વિદ્વાનોનું કથન છે કે હાલમાં જે લખનૌ નગર છે, તે જ પ્રાચીન વિશાખાનગર હતું.ચીની યાત્રી હ્યુયેન ચાંગને મત એવો છે કે કૌશાંબીથી વિશાખા પાંચ માઈલ પર હતું. મુનિશ્રી કલ્યાણવિજયજીને મત છે કે વિશાખા નગરી કૌશલદેશમાં અયોધ્યાની પાસે આવેલી એક સ્વતંત્ર નગરી હતી. ભગવાન મહાવીરનું ત્યાં પદાર્પણ થયું હતું.
વીતભય વીતભય નગર સિધુ–સૌવીર દેશની રાજધાની હતી. ભગવાન મહાવીર ત્યાં પધાર્યા હતા. અને એના મૃગવન ઉદ્યાનમાં બિરાજ્યા હતા. વતભયના અધિપતિ રાજા ઉદ્રાયનને એમણે દીક્ષા આપી હતી. વિરેને મત છે કે પંજાબમાં હાલમાં જે “ભેરા” ગામ છે, તે જ પ્રાચીન વીતભય નગરી હતી. વિશેષ માટે જુઓ “સિધુ-સૌવીર.”
વીરપુર ભગવાન મહાવીર એકવાર વીરપુર પધાર્યા હતા અને એમણે રાજકુમાર સુજાતને શ્રાવક ધર્મમાં દીક્ષિત કર્યો હતે. કેટલાક સમય પછી જ્યારે તેઓ ત્યાં પધાર્યા ત્યારે ભગવાને તેને આહતી દીક્ષા આપી હતી.
- તહસીલ મુહમદાબાદમાં ગાજીપુરમાં બાવીસ માઈલ પર જે “વારા ” ગામ છે, તે પ્રાચીન વીરપુર હોવું જોઈએ. કેમકે ત્યાંથી પ્રાચીન સિક્કા આદિ વસ્તુઓ ઉપલબ્ધ થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org