________________
ભૌગોલિક પરિચય
૧૧૭ આચાર્ય આષાઢ પિતાના શિષ્ય સહિત અને રહ્યા હતા. વલ્સની રાજધાની કાશાંબી હતી. વિશેષ પરિચય માટે જુઓ કૌશાંબી.”
વર્ધમાનપુર વર્ધમાનપુરના વિજયવર્ધન ઉદ્યાનમાં ભગવાન મહાવીર પધાર્યા હતા. અહીં રાજા વિજયમિત્ર અને રાણી અંજૂ ભગવાનના દર્શનાર્થે ઉપસ્થિત થયાં હતાં ત્યારે ભગવાને અંજૂના પૂર્વ અંગે કથન કર્યું હતું.
મુનિ શ્રી કલ્યાણવિજયજીના મત પ્રમાણે બંગાલ પ્રાતનું આધુનિક બર્દવાનનગર, જે કલકત્તાથી ૬૭ માઈલ પશ્ચિમ-દક્ષિણમાં આવેલ છે, તે પ્રાચીન વર્ધમાન પુર હોઈ શકે.
વાણિજ્યગ્રામ વાણિજ્યગ્રામ વૈશાલીની સમીપ ગંડકી નદીના દક્ષિણ તટ પર આવેલું હતું. એ યુગમાં તે વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. મહાવીરના પરમ ઉપાસક આનંદ ગાથાપતિ અહીંના નિવાસી હતા. આધુનિક બસાડપટ્ટીની પાસે જે બજિયા નામનું ગામ છે તે જ પ્રાચીન વાજિયગ્રામ છે.
વાલુકાગ્રામ વાલુકાગ્રામ પ્રાચીન કલિંગ અને આધુનિક ઓરિસ્સાની ઉત્તર -પશ્ચિમમાં આવેલું હતું. સંગમક દેવે અમે ભગવાન મહાવીરને અનેક પ્રકારે કષ્ટ આપ્યું હતું.
વિજયપુર વિજયપુરની બહાર નંદનવન નામને ઉદ્યાન આવેલ હતું. ભગવાન મહાવીર ત્યાં આગળ પધાર્યા હતા. પ્રથમ યાત્રામાં ભગવાન મહાવીર પાસેથી રાજકુમાર સુવાસવે શ્રાવકવત ગ્રહણ કર્યું હતું. અને બીજીવાર ભગવાન પધાર્યા ત્યારે તે શ્રમણ બન્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org