________________
ભૌગોલિક પરિય
૧૦૩ સાંપ્રદાયિક વિષથી પ્રેરાઈ બ્રાહ્મણે મગધને પાપભૂમિ કહે છે. ત્યાં જવાને પણ એમણે નિષેધ કર્યો છે. પ્રાચીન તીર્થમાલામાં અઢારમી સદીના કેઈ જૈનયાત્રીએ પ્રસ્તુત માન્યતા પર વ્યંગ કરતાં લખ્યું છે કે –“અત્યંત આશ્ચર્યની વાત છે કે કાશીમાં કાગડે પણ મરી જાય તો તે સીધે મોક્ષમાં જાય છે, પરંતુ જે કોઈ માનવ મગધમાં મૃત્યુ પામે તો એને ગધેડાની ચેનિમાં જન્મ લેવો પડશે.
મગધનું મુખ્ય નગર હોવાને કારણે રાજગૃહને મગધપુર પણ કહેવામાં આવતું હતું. ભગવાન મુનિસુવ્રતનો જન્મ પણ મગધમાં થયું હતું. મહાભારતના યુગમાં મગધના સમ્રાટ તરીકે પ્રતિવાસુદેવ જરાસંધ હતા.
બુદ્ધિસ્ટ ઇંડિયા અનુસાર મગધ-જનપદ હાલના ગયા અને પટના જિલ્લાની અન્તર્ગત ફેલાયેલો હતો. એના ઉત્તરમાં ગંગા નદી, પશ્ચિમમાં સોન નદી, દક્ષિણમાં વિંધ્યાચલ પર્વતને ભાગ અને પૂર્વમાં ચંપા નદી આવેલી હતી.૨
એને વિસ્તાર ત્રણ એજન (૨૩૦૦) માઈલ હતો. અને એમાં એંસી હજાર ગામ હતાં.૧૩
વસુદેવહિડી અનુસાર મગધ દેશ અને કલિંગનરેશ વચ્ચે વૈમનસ્ય ચાલતું હતું.૧૪
कासी वासी काग मुउइ मुगति लहइ । मगध मुओ नर खर हुई है ।
–પ્રાચીન તીર્થમાલા સંગ્રહ ભાગ ૧, પૃ. ૪ ૧૦. જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ, પૃ. ૪૬૧ ૧૧. મુનિસુવ્રતકાવ્ય–અર્વદાસ રચિત, શ્રી જૈન સિદ્ધાંત ભવન આરા ઈ. સ.
૧૯૩૬ ૧૨૨, ૨૩ અને ૩૩ ૧૨. બુદ્ધિસ્ટ ઈંડિયા, પૃ. ૨૪ ૧૩. એજન પૃ. ૨૪ ૧૪. વસુદેવહિન્દી, પૃ. ૬૧-૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org