SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલને મગધ ઈ.સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં જૈન અને બૌદ્ધ શ્રમની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર હતું. ઈ. સ. પૂર્વે ચોથી શતાબ્દીથી પાંચમી શતાબ્દી સુધી તે કલા-કૌશલ આદિની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ હતું. નીતિનિપુણ ચાણક્ય અર્થશાસ્ત્રની રચના અને વાસ્યાયને “કામસૂત્ર'નું નિર્માણ પણ અહીં મગધમાં જ કર્યું હતું. ત્યાંના કુશલ શાસકોએ સ્થળ–સ્થળે માર્ગો બંધાવ્યા હતા. અને જાવા, બાલિ વગેરે દ્વીપોમાં નૌકાઓનો કાફલો મેકલી તે ટીપે વસાવ્યા હતા.પ જૈન અને બૌદ્ધગ્રંથમાં મગધની ગણના સોલ જનપદોમાં કરવામાં આવી છે. મગધ પ્રભાસ અને વરદાસ એ ભારતનાં મુખ્ય સ્થળ હતાં, જે પૂર્વ પશ્ચિમ અને દક્ષિણમાં આવેલાં હતાં. ભરત ચકવતીનો રાજ્યાભિષેક ત્યાંના જલથી કરવામાં આવ્યો હતો. અન્ય દેશવાસીઓની અપેક્ષાએ મગધવાસીઓને વધુ બુદ્ધિશાળી માનવામાં આવ્યા છે. તેઓ સંકેત માત્રથી વસ્તુને સમજી જતા હતા. જ્યારે કૌશલવાસી તે જોઈને, પાંચાલવાસી અડધું સાંભળીને અને દક્ષિણવાસી પૂર્ણ પણે સાંભળીને વસ્તુને સમજી શકતા હતા. ૫. જુઓ, જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ, પૃ. ૪૬૦ ૬. (ક) અંગ, બંગ, મલય, માલવય, અ૭, વ, કચ્છ, પઢ, લાઢ, વાજ્જિ મોલિ (મલ), કાસી કોસલ, અવાહ સંમુત્તર–વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ–૫. (ખ) સરખાવો-અંગ, મગધ, કાસી, કોલ, વજિજ, મલ, ચેતિ, વંશ, કુરુ, પંચાલ, મચ્છ, સૂરસેન, અસક, અવંતિ, ગંધાર અને કેબેજ, –અંગુત્તરનિકાય ૧, ૩, પૃ ૧૯૭ ૭. (ક) સ્થાનાંગ ૩, ૧૪૨ (ખ) આવશ્યક ચૂણિ, પૃ. ૧૮૬ (ગ) આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય દીપિકા ૧૧૦, પૃ. ૯૩ અ ૮. વ્યવહારભાષ્ય ૧૦, ૧૯૨. સરખાવો– बुद्धिर्वसति पूर्वेण दाक्षिण्यं दक्षिणापथे । पैशुन्यं पश्चिमे देशे, पौरुण्यं योत्तरापथे ॥ – ગિલગિત મનસ્ક્રિપ્ટ ઓફ ધ વિનયપિટક, ઈન્ડિયન હિસ્ટોરિકલ કવાર્ટલ ૧૯૩૮, પૃ. ૪૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy