________________
૧૦૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
મથુરા જિનસેનાચાર્ય કૃત મહાપુરાણમાં લખ્યું છે કે ભગવાન રાષભદેવના આદેશથી ઈન્ડે આ ભૂતલ પર જે બાવન દેશનું નિર્માણ કર્યું હતું એમાં એક સૂરસેન પણ હતું. જેની રાજધાની મથુરા હતી.'
સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ અને તેરમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથન વિહાર પણ મથુરામાં થયેલ હતું. તીર્થકર મહાવીર મથુરામાં પધાર્યા હતા. અંતિમ કેવલી જંબુસ્વામીની તપ અને નિર્વાણની ભૂમિ હેવાને કારણે પણ મથુરાનું મહત્ત્વ છે. મથુરા કેટલાય તીર્થકરોની વિહારભૂમિ, અનેક મુનિઓની તપોભૂમિ અને અનેક મહાપુરુષની નિર્વાણભૂમિ છે.
જૈનાગની પ્રસિદ્ધ ત્રણ વાચનાઓમાં એક વાચના મથુરામાં જ સંપન્ન થઈ હતી. જે માથુરી વાચના કહેવાય છે. મથુરાના કંકાલી ટીંબાના ખોદકામમાં જૈન પરંપરા સાથે સંકળાયેલ અનેક પ્રકારની મહત્વપૂર્ણ એતિહાસિક સામગ્રી ઉપલબ્ધ થઈ છે. જેનાથી એ પુરવાર થાય છે કે મથુરા સાથે જૈન ઇતિહાસને ગાઢ સંબંધ રહ્યો છે જેઈએ.
બૌદ્ધ ધર્મના સર્વાસ્તિવાદી સંપ્રદાયની માન્યતા છે કે આ ભૂતલના માનવ સમાજે સર્વસંમતિથી પિતાના જે રાજાને પસંદ કર્યો હતો, તે મહાસમ્મત કહેવાતો હતો. એણે મથુરાની નજીકના ભૂમિભાગમાં પિતાનું પ્રથમ રાજ્ય સ્થાપિત કર્યું હતું એટલે વિનયપિટક”માં મથુરાને આ ભૂતલનું આદિ રાજ્ય કહેવામાં આવ્યું છે. ૧. મહાપુરાણ, પર્વ ૧૬, લેક પાપ ૨. વિવિધ તીર્થકલ્પમાં મથુરાપુરી કલ્પ–જિનપ્રભ સૂરિ. ૩. ઉત્તરપ્રદેશમેં બૌદ્ધ ધર્મ કા વિકાસ, પૃ. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org