________________
ભૌગોલિક-પરિચય
ધૂણક સન્નિવેશ ગંગાના દક્ષિણ તટ પર આ સન્નિવેશ આવેલો હતો. મહાવીર રાજગૃહ જવાને વખતે ગંગા નદી ઊતરીને અહીં આવ્યા હતા. અને એમણે અને ધ્યાનની સાધના કરી હતી.
દક્ષિણ વાચાલા મહાવીર દક્ષિણ વાચાલાથી કનખલ આશ્રમ થઈને ઉત્તર વાચાલા ગયા હતા.
દશાણું દશાર્ણ એ “ભિલસાની આસપાસને પ્રદેશ હતો. મૃત્તિકાવતી એ દશાર્ણની રાજધાની હતી. માલવ પ્રાન્તમાં બનાસ નદીની પાસે જે જેને દેશ છે, ત્યાં મૃત્તિકાવતી નગરી આવેલી હતી. હરિવંશ પુરાણમાં આ નગરીનું સ્થાન નર્મદાના તટ પર બતાવવામાં આવ્યું છે. કાલીદાસે દશાર્ણ જનપદને ઉલ્લેખ કરતાં “વિદિશા” (આધુનિક ભિલસા) ને એની રાજધાની તરીકે ઉલ્લેખ કર્યો છે. સૂત્રકૃતાંગચૂર્ણિમાં સિંધુ દેશની સાથે વિદિશાનું વર્ણન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રજ્ઞપ્તિ વાંચવા માટે નિષેધ છે. તે નગરી વેત્ર નદીના કિનારે હતી.
કેટલાય વિજ્ઞ માને છે કે બુદ્દેલખંડમાં ઘસાન નદી વહે છે એની આસપાસના પ્રદેશનું નામ દસણ–દશાર્ણ છે.*
જૈન આગમોમાં ઉલિખિત સાડા પચ્ચીસ આર્ય દેશમાં દશાર્ણ જનપદને ઉલેખ છે." ૧. હરિવંશ પુરાણ ૧, ૩૬, ૧૫. વૈદિક ૨. મેઘદૂત, પૂર્વમેઘ, શ્લોક ૨૩-૨૪ ૩. સૂત્રકૃતાંગ ચૂર્ણિ, પૃ. ૨૦ ૪. ઉત્તરાધ્યયન : એક સમીક્ષાત્મક અધ્યયન, પૃ. ૩૭૬ ૫. બહ૯૫ ભાષ્ય ભાગ ૩, ૫, ૯૧૩
ભ. મ, ૫, ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org