________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
તુંગિયા નગરી
તુ ગિયા નગરી રાજગૃહની નજીક હતી. ભગવતીસૂત્રમાંથી પણ એ જાણવા મળે છે.' પ્રાચીન તી માલામાં એની એળખ ખિહાર શરીફથી કરવામાં આવી છે. બિહાર શરીફથી ચાર માઈલ દૂર તુંગી નામક ગામ છે, તે પ્રાચીન તુંગિયાના અવશેષરૂપ હેવુ જોઈ એ.
:
તે તુગિક સન્નિવેશને તુંગીયા નગરી પણ કહેવામાં આવી છે. તે વત્સ દેશમાં આવેલી હતી, જ્યાંના ગણધર મેતા હતા.૪
તેલગવાં
તાલિગાંવ ભગવાન મહાવીર એ વાર પધાર્યા હતા. પહેલી વખતે સ'ગમક દેવે મહાવીર પર તસ્કર વૃત્તિના આરેાપ મૂકયો. અને પકડાઈ ગયા પછી ભૂતિલ ઇન્દ્રજાલિકે મહાવીરને મુક્ત
કરાવ્યા હતા.
ખીજી વખતે પણ ચાર સમજીને મહાવીરને પકડવામાં આવ્યા હતા અને તેાસલીપતિએ એમને ફાંસીની સજા કરી હતી. પણ સાત વાર ફાંસીને ફ્રાંસા તૂટી જવાથી એમને નિર્દોષ સમજીને મુક્ત કરવામાં
આવ્યા હતા.
મુનિ કલ્યાણુવિજયજીના મત પ્રમાણે તેલગાંવ ગેાંડવાના પ્રદેશમાં આવેલું હતુ. મૌય કાલમાં ગંગુઆ અને દયા નદીના સંગમની વચ્ચે તેાસલી નામનું એક સુંદર શહેર હતું. આ તેસલી જ સ'ભવ છે કે મહાવીરના સમયનું તેલગાંવ હાય.
૧. ભગવતી શતક ૨, ઉદ્દે॰ પત્ર ૧૩૮–૧૪૦
૨. પ્રાચીન તીર્થં માલા ભાગ ૧, પૃ. ૧૬ ભૂમિકા
૩. સર્વે એક્ ઇન્ડિયાના નકશા, સ. ૭૨, ૮; ૧ ઇંચ-૪ માઈલ ૪. આવશ્યક નિયુક્તિ, દીપિકા, ભાગ ૧, ૭. ૬૪૬, પૃ. ૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org