________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન દશાર્ણ નામના બે દેશે જોવા મળે છે.—એક પૂર્વમાં અને બીજે પશ્ચિમમાં. પૂર્વ—દશાર્ણ મધ્યપ્રદેશના છત્તીસગઢ જિલ્લામાં આવેલું મનાય છે. પશ્ચિમ-દશાર્ણમાં ભેપાલ રાજ્ય અને પૂર્વ માલવાનો સમાવેશ થાય છે.
દશાર્ણ જનપદનું બીજું નામ દશાર્ણપુર હતું. આવશ્યકચૂર્ણિમાં એનું બીજું નામ એકાક્ષેપુર જણાવવામાં આવ્યું છે. બૌદ્ધગ્રંથ પેતવલ્થમાં એરકચ્છ લખ્યું છે. આ નગરનું સ્થાન વેતવા નદીના કિનારે દર્શાવવામાં આવ્યું છે. ડોકટર જગદીશચન્દ્રજી જૈને એની ઓળખ ઝાંસી જિલ્લામાં આવેલ એરછ નામના સ્થાન તરીકે કરાવી છે.
આવશ્યકનિર્યુક્તિ, ચુર્ણિ અને ટીકાઓ અનુસાર દશાર્ણ પુરના ઉત્તરપૂર્વમાં દશાર્ણ ફટ નામને પર્વત હતો. ૧૦ આર્ય મહાગિરિએ આ પર્વત પર અનશન કરી આયુષ્ય પૂર્ણ કર્યું હતુ.૧ ૧ દશાર્ણ કૂટને ગજાગ્રપદગિરિ અને ઈન્દ્રપદ પણ કહેતા હતા. આ પર્વતની ચારે તરફ ગામે આવેલાં હતાં. દશાર્ણભદ્ર આ જનપદનો રાજા હતો. જેને ભગવાન મહાવીરે દીક્ષા આપી હતી.
દશાર્ણ જનપદનું એક મહત્ત્વપૂર્ણ નગર દશપુર પણ માન્યું છે. ૧૨ જેનું આધુનિક નામ મન્દસૌર છે, તે આર્ય રક્ષિતની જન્મ૬. આવશ્યક ચૂર્ણિ ૨, પૃ. ૧૫૬ ૭. પતવત્યુ ૨, ૭, પૃ. ૧૬ ૮. (ક) આચારાંગચૂર્ણિ, પૃ. ૨૨૬
(ખ) ગચ્છાચાર, પૃ. ૮૧ ૯. જૈન આગમ સાહિત્યમેં ભારતીય સમાજ, પૃ. ૪૭૯ ૧૦. (ક) આવશ્યક ચૂર્ણિ, પૃ. ૪૭૬
(ખ) આવશ્યક વૃત્તિ, પૃ. ૪૬૮ ૧૧. આવશ્યક ચૂર્ણિ, ઉત્તર ભાગ, પૃ. ૧૫૬-૧૫૭ ૧૨. આવશ્યક ચૂર્ણિ, પૃ. ૪૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org