SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરપરા ૫૩ પરંતુ વર્તમાનકાલના અનેક ઇતિહાસકારોએ આના પર ગંભીર ચર્ચાવિચારણા કરી છે. અને તેએ એ નિર્ણય પર આવ્યા છે કે ભગવાન પાર્શ્વ ઐતિહાસિક મહાપુરુષ છે. આનું નિરૂપણ એક સ્વતંત્ર ગ્રંથમાં કરવામાં આવ્યું છે. સર્વ પ્રથમ ડૉ. હર્મન જેકેાખીએ જેનાગમાની સાથે બૌદ્ધ પિટકાના પ્રમાણેાના પ્રકાશમાં ભગવાન પાર્શ્વને એક ઐતિહાસિક વ્યક્તિ પુરવાર કર્યો છે.૪ તે પછી કાલબ્રુક, સ્ટીવેન્સન, એડવર્ડ, ટામસ, ડૉ. એલવકર, દાસગુપ્તા, ડૉ. રાધાકૃષ્ણન,પ શાપેન્ટિવર, ગેરીનેટ, મજમુદાર, ઇલિયટ અને પુસિન ઇત્યાદિ અનેક પાશ્ચાત્ય તેમ જ પૌર્વાંત્ય વિદ્વાનોએ પણ પુરવાર કર્યું છે કે મહાવીરની પૂર્વે એક નિગ્રન્થ સંપ્રદાય હતા. અને એ સંપ્રદાયના મુખ્ય નાયક ભગવાન પાર્શ્વનાથ હતા. ડૉ. વાસમના મતાનુસાર ભગવાન મહાવીરને બૌદ્ધ પિટકામાં યુદ્ધના પ્રતિસ્પર્ધી તરીકે નિરૂપવામાં આવ્યા છે એ સંદર્ભમાં એમની ઐતિહાસિકતા અસંદિગ્ધ છે. ભગવાન પાર્શ્વ ચાવીસ તીર્થંકરામાંથી ત્રેવીસમા તીર્થંકર તરીકે જાણીતા હતા. ૭૬ ૭૩ જૈનધર્મ કા મૌલિક ઇતિહાસ--ભ૦ પાર્શ્વની ઐતિહાસિકતા’ પૃ. ૩૦૩-૩૦૫ ૭૪ The sacred books of the East, Vol. XIV, Introduction Page 21: "That Parsva was a historical person, is now admitted by all as very probable. ૭૫ Indian Philosophy. Vol. I. P. 287. ૭૬ The wonder that was India (A L. Ph.D. F.R.A.S.) Reprinted 1956 "As he (Vardhaman Mahavir) is referred to in the Buddhist scriptures as one of the Buddhas chief opponents, his historicity is beyond doubt.... Parswas remembered as twenty-third of twentyfour great teachers of Tirthankaras 'ford-makers' of the Jain faith.' Jain Education International Basham, B.A. PP. 287-288 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy