________________
પર
ભગવાન મહાવીર : એક અનુશીલન વેદ, પુરાણ અને ઈતિહાસકારોની દષ્ટિએ ભગવાન અરિષ્ટનેમિનું શું મહત્વ છે એની ચર્ચા આપણે આ પૂર્વે કરી ગયા છીએ.”
જૈન ગ્રંથની માફક વૈદિક હરિવંશપુરાણમાં શ્રીકૃષ્ણ અને ભગવાન અરિષ્ટનેમિના વંશનું વર્ણન મળે છે. એમાં શ્રીકૃષ્ણને ચિત્રરથ નામ આપવામાં આવ્યું છે. એ સંભવિત છે કે વૈદિક ગ્રંથોમાં સમુદ્રવિજયનું જ અપર નામ ચિત્રક યા ચિત્રરથ તરીકે આવેલું હેય.
- મેં આ વિષયમાં મારા “ભગવાન અરિષ્ટનેમિ ઔર કર્મયોગી શ્રીકૃષ્ણઃ એક અનુશીલન,૭૨ નામના ગ્રંથમાં વિસ્તારથી ચર્ચાવિચારણા કરી છે.
ભગવાન પાઃ એક ઐતિહાસિક પુરુષ ભગવાન પાર્શ્વના જીવનની જોતિર્મય રેખાએ વેતાંબર અને દિગંબર બને પરંપરામાં અત્યંત શ્રદ્ધા અને વિશાળતાથી અંકિત કરવામાં આવી છે. તેઓ ભગવાન મહાવીરના પૂર્વે ૩૫૦ વર્ષે વારાણસીમાં જન્મ્યા હતા. ત્રીસ વર્ષ સુધી તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. ત્યાર બાદ તેમણે સંયમ ગ્રહણ કરી ઉગ્ર તપસ્યા કરી, કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ભારતના વિવિધ ભાગમાં પરિભ્રમણ કરી લેકના કલ્યાણ અર્થે ઉપદેશ આપે. અને તેઓ સે વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સમેત શિખર પર પરિનિર્વાણ પામ્યા.
ભગવાન પાર્શ્વના જીવન-પ્રસંગમાં, જેમ અન્ય મહાપુરુષના જીવનમાં પણ જોવા મળે છે તેમ ચમત્કારિક અદ્ભુત પ્રસંગે મળે છે. જેના આધારે કેટલાક લેકેએ એમને પૌરાણિક મહાપુરુષ માન્યા છે. ૭૦. વિશેષ માટે જુઓ ભગવાન અરિષ્ટનેમિ ઔર કર્મયોગી શ્રીકૃષ્ણ એક
અનુશીલન, દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, પૂ. ૬-૬૮, જનધમકા મૌલિક ઈતિહાસ
પૃ. ૨૩૯થી૧૪૧. ૭૧. એજન પૃ. ૨૪૧-૨૪૮. ૭૨. પ્રકાશક-શ્રીતારક ગુરુ જૈન ગ્રન્થાલય, પદરાડા, જિલ્લા ઉદયપુર
(રાજસ્થાન) પરિશિષ્ટ ૩. વંશપરિચય પૃ. ૩૮૭–૩૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org