________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરપરા
દૃષ્ટિથી એના પર ચિંતન થાય. જ્યારે આપણે તટસ્થ દૃષ્ટિથી ચિંતન કરીશું ત્યારે સૂર્યપ્રકાશની માફક સ્પષ્ટપણે જાણવા મળશે કે ભગવાન અરિષ્ટનેમિ એક ઐતિહાસિક પુરુષ હતા.
ભગવાન અરિષ્ટનેમિના યુગનું ગંભીરતાપૂર્વક પર્યાલેચન કરવાથી એ સ્પષ્ટ સમજાય છે કે એ સમયમાં ક્ષત્રિમાં માંસભક્ષણની પ્રવૃત્તિ પ્રર્યાપ્ત માત્રામાં વધી ગઈ હતી. એમના વિવાહના પ્રસંગે અનેક પશુઓને એકત્ર કરવામાં આવ્યાં હતાં, તે ઘટના આ તથ્યને સ્પષ્ટ ફરે છે. હિંસાની આ પૈશાચિક પ્રવૃત્તિ પરત્વે સાધારણ માણસાનું ધ્યાન ખેંચવા અને ક્ષત્રિયાને માંસ-ભક્ષણથી વારવા માટે અરિષ્ટનેમિએ જે પદ્ધતિ અપનાવી તે અસાધારણ હતી. એમનું વિવાહ કર્યા વિના પાછા ફરવાનું કાર્ય જાણે કે સમગ્ર ક્ષત્રિય જાતિના પાપોનું પ્રાયશ્ચિત હતું, એને વીજળીની જેમ દૂર અને ઘેરા પ્રભાવ-પ્રત્યાઘાત પડયો.
૫૧
એક સુપ્રતિષ્ઠ મહાન રાજકુમારનું વરરાજા બનીને જવું અને વિવાહ કર્યા વિના પાછા ફરવું તે કાંઈ સાધારણ ઘટના હતી? ભગવાન અરિષ્ટનેમિના તે મહાન ત્યાગ હતા અને તે ત્યાગે એકવાર તે આખા સમાજને ચમકાવી દીધા હતા. સમાજના હિત માટે આ પ્રકારના આત્મમલિદાનનું અન્ય કેાઈ ઉદાહરણ પ્રાપ્ત થતું નથી. આ આત્માસગે અભક્ષ્યભક્ષણ કરનારા અને પેાતાના ક્ષણિક સુખ ખાતર અન્યના જીવન સાથે ખેલ કરનારા ક્ષત્રિયેાની આંખેા ખાલી નાંખી. એમને આત્મ-આલાચના કરવા માટે ક્રજ પાડી અને તેમને પોતાના કર્તવ્ય તથા જવાબદારીનું ભાન કરાવ્યું. આ પ્રમાણે પરંપરાગત અહિંસાના શિથિલ તેમ જ વિસ્તૃત થઈ ગયેલા સંસ્કારને એમણે પુનઃ જાગૃત કરી એને પુષ્ટ અને સજીવ ખનાબ્યા અને અહિંસાની સંકીર્ણ અની ગયેલી સીમા-મર્યાદાને વિશાળ બનાવી, પશુ અને પક્ષીઓને પણ અહિંસાની સીમા–મર્યાદામાં સમાવી લીધાં. જગત માટે ભગવાનનું આ ઉદ્બોધન એક વરદાન સમું હતું અને તેનું આજ સુધી વિસ્મરણ થયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org