________________
ભૌગોલિક પરિચય
જીહે અધ્યાથી પશ્ચિમ દિશે જી હે કપિલપુર છે દાય; જી હે વિમલ જન્મભૂમિ જાણ જે
જી હે પિટિયારી વહિ જાય. આમાં કપિલપુર નગરી અધ્યાની પશ્ચિમ દિશામાં હોવાને ઉલ્લેખ છે. પં. બેચરદાસજીનું મંતવ્ય છે કે ફરુખાબાદ જિલ્લામાં આવેલ કાયમગંજથી ઉત્તર પશ્ચિમમાં છ માઈલ ઉપર કંપિલા આવેલું હોય, એમ લાગે છે. ૧
કનિંઘમે કાંપિલ્યની ઓળખ ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં આવેલ ફતેહગઢથી ૨૮ માઈલ દૂર ઉત્તર-પૂર્વ ગંગાની સમીપમાં આવેલ કાંપિલ તરીકે આપી છે. તે કાયમગંજ રેલવે સ્ટેશનથી ફક્ત પાંચ માઈલ દૂર છે. મહારાજા દ્વિમુખ આ નગરમાં શેભાહીન ધજા જોઈને પ્રતિબંધ પામ્યા હતા.૩
આજકાલ કાંપિલ્ય, કપિલા નામથી પ્રસિદ્ધ છે, તે ફરુખાબાદથી પચ્ચીસ અને કાયમગજથી છ માઈલ ઉત્તર-પશ્ચિમની તરફ બૂઢી ગંગાના કિનારે આવેલું છે.
કલાયસન્નિવેશ કાલાયસંનિવેશ એ ચંપાની નજીક હતું. ભગવાન મહાવીર ચંપાની બહાર પારણું કરી અત્રે આવ્યા હતા અને એમણે શૂન્ય ઘરમાં ધ્યાન કર્યું હતું. ગ્રામફટ સિંહે અત્રે શાલકની પૂજા કરી હતી.
કાશી કાશી જનપદ પૂર્વમાં મગધ, પશ્ચિમમાં વત્સ (બંસ), ઉત્તરમાં કૌશલ અને દક્ષિણમાં “સેન” નદી સુધી વિસ્તરેલો હતે. ૧. ભગવાન મહાવીરની ધર્મકથાઓ ટિપણ પૃ. ૨૩૯. ૨. ધી એશિયન્ટ ગ્રાફી ઓફ ઈન્ડિયા પૃ. ૪૧૩. ૩. ઉત્તરાધ્યયન સુખબોધા, પત્ર ૧૩૫-૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org