________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
નવમી-દશમી શતાબ્દીમાં કલિંગમાં બૌદ્ધ અને વૈદિક પ્રભાવ પ્રસરી ગયે હતે.
યૂઆનચુઆંગે કલિંગ જનપદને વિસ્તાર પાંચ હજાર લી અને રાજધાનીને વિસ્તાર વીસ “લી માન્ય છે.
કાકન્દી
ભગવાન મહાવીરના સમયમાં આ ઉત્તર ભારતની ખૂબ પ્રસિદ્ધ નગરી હતી. આ સમયે ત્યાંને અધિપતિ જિનશત્રુ રાજા હતા. નગરની બહાર સહસ્સામ્રવન હતું. ભગવાન જ્યારે તે સ્થાને પધારતા ત્યારે ત્યાં જ બિરાજતા હતા. ભદ્રા સાર્થવાહીના પુત્ર ધન્ય, સુનક્ષત્ર તથા ક્ષેમક અને ધૃતિધર આદિ અનેક સાધકોએ અત્રે ભગવાન મહાવીર પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી.
પંડિત મુનિશ્રી કલ્યાણવિજયજીના મત પ્રમાણે હાલના લછુઆડથી પૂર્વમાં કાકદી તીર્થ છે. તે પ્રાચીન કાકન્દીનું સ્થાન નથી. કાકલ્દી તે ઉત્તર ભારતમાં હતું. ખૂનખાર સ્ટેશનથી બે માઈલ પર અને ગોરખપુરથી દક્ષિણ પૂર્વે ત્રીસ માઈલ પર દિગંબર જન જે સ્થાનને કિંન્કિંધા અથવા ખુબુંદેજી નામક તીર્થ માને છે તે જ પ્રાચીન કાકદી હોવું જોઈએ.
કાંપિલ્ય કાંપિત્યને કપિલા પણ કહે છે. ત્યાં તેરમાં તીર્થકર વિમલનાથને જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા આદિ અનેક પ્રસંગે થયા હતા. કંપિલપુર કલ્પમાં જિનપ્રભસૂરિએ લખ્યું છે—જંબુદ્વીપથી દક્ષિણ ભરત ખંડમાં પૂર્વ દિશામાં પાંચાલ નામના દેશમાં કપિલ નામનું નગર ગંગાકિનારે આવેલું છે. અઢારમી શતાબ્દીના જૈન યાત્રિકોએ કંપિલાની યાત્રા કરતાં લખ્યું છે : ૮. યુઆનચુઆંગસ, ટ્રાવેલ્સ ઈન ઈન્ડિયા.
–ભાગ ૨ પૃ ૧૯૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org