________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
કાશી જનપદની સીમાએ સદા એક સમાન રહી નથી. કાશી અને કૌશલમાં પરસ્પર સંઘર્ષ પણ ચાલતો રહ્યો છે. કોઈ વખત કાશીનિવાસીઓએ કૌશલ પર અધિકાર કર્યો છે તે કદીક કૌશલ નિવાસીઓએ કાશી પર. ઉત્તરાધ્યયનની ટીકામાં લખ્યું છે કે હરિ. કેશબેલ વારાણસીના તિદુક ઉદ્યાનમાં રહ્યા હતા. ત્યારે ત્યાં કૌશલ રાજાની પુત્રી ભદ્રા યક્ષપૂજનને માટે ઉપસ્થિત થઈ હતી. પ્રસ્તુત પ્રસંગથી એ સાબિત થાય છે કે એ સમય કાશી પર કૌશલનું આધિપત્ય હતું.
આગમાં ગણાવેલ–સાડા પચ્ચીસ આર્ય દેશે તથા સાળ મહા જનપદમાં કાશીને પણ ઉલ્લેખ છે. ભારતની દસ પ્રમુખ રાજધાનીઓમાં વારાણસીનું નામ મળે છે. યુઆનચ્યાગે વારાણસીને દેશ અને નગરી બન્ને માન્યાં છે. એણે વારાણસી દેશને વિસ્તાર ચાર હજાર “લી” અને નગરને વિસ્તાર લંબાઈમાં અઢાર “લી” અને પહોળાઈમાં છ “લી” ગણાવ્યું છે.*
જાતક અનુસાર કાશી રાજ્યને વિસ્તાર ૩૦૦ એજન હતો.
વારાણસી કાશી જનપદની રાજધાની હતી. આ નગરી “વરના (વરુણ) અને “અસ” એ બે નગરીઓની વચ્ચે આવેલી હતી. એટલે એનું નામ વારાણસી પડ્યું. એ નૈરુક્ત નામ છે. આધુનિક ૧. ઉત્તરાધ્યયન સુખબધા, પત્ર ૧૭૪ ૨. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૧૫, પૃ. ૩૮૭. સરખા અંગુત્તરનિકાય. ૧, ૩ પૃ. ૧૯૭ ૩. (ક) સ્થાનાંગ સૂત્ર ૧૦
(ખ) નિશીથ સૂત્ર ૯, ૧૯
(ગ) દીઘનિકાય, મહાપરિનિવ્વાણુ સત્તા ૪. યુઆન ચુઆંગસ ટ્રાવેલ્સ ઈન ઈન્ડિયા ભાગ-૨, પૃ. ૪૬ થી ૪૮ ૫. ધનવિદેટ નાતજ (સં. રૂ98) જાતક-ભાગ ૩ પૃ. ૪૫૪ ૬. ધી એનિશએન્ટ જ્યોગ્રાફી ઓફ ઈન્ડિયા. પૃ. ૪૯૯ ૭. વિવિધ તીર્થ કૃ૫ પૃ, ૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org