________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
મુનિશ્રી ઈન્દ્રવિજયજીને એ મત છે કે યંગલા મધ્યદેશની પૂર્વ સીમા પર આવેલું હતું. જેને ઉલ્લેખ રાયપાલ ચરિત્રમાં પણ છે. એ સ્થાન રાજમહલ જિલ્લામાં છે પણ એ યંગલા શ્રાવસ્તીની કયંગલાથી ભિન્ન છે.
કર્ણ સુવર્ણ-કેટિવર્ષ મુર્શિદાબાદ જિલ્લામાં ભાગીરથીના દક્ષિણ કિનારા પર જ્યાં હાલમાં રાંગામાતી શહેર છે, જેનું અપભ્રંશ નામ “કેનના” છે, તે પૌરાણિયુગમાં પશ્ચિમ બંગાળની રાજધાની કર્ણ સુર્વણનગર હતું. ભગવાન મહાવીરના સમયે કર્ણસુવર્ણ કોટિવર્ષ નામથી પ્રસિદ્ધ હતું.
કર્મારગ્રામ દીક્ષા લીધા પછી ભગવાન મહાવીર પ્રથમ રાત્રિ અહીં રહ્યા હતા અને ગોપે સર્વ પ્રથમ તેમને ઉપસર્ગ આપે હતો.
કર્મારગ્રામને અર્થ કર્મકારગ્રામ છે. બીજા શબ્દોમાં કહી શકાય કે તે મજૂરોનું ગામ હતું. કમ્મરનો શાબ્દિક અર્થ લુહાર પણ થાય છે. સંભવ છે કે તે લુહારોનું ગામ હોય. તે ગામ ક્ષત્રિયકુંડની નજીક હતું. લિછુઆરની પાસે જે કમરગ્રામ છે, તે આ કર્મારગામથી તદ્દન જુદું જ છે.
કલંબુકા આ અંગદેશના પૂર્વ પ્રદેશમાં આવેલી નગરી હતી. અહીં કાલહસ્તીએ ભગવાન મહાવીરને પકડ્યા હતા અને પછીથી એના ભાઈ મેઘે એમને મુક્ત કર્યા હતા. કલબુકાથી ભગવાન રાઠ દેશમાં પધાર્યા હતા.
કલિંગ સાડા પચીસ આર્ય દેશમાં કલિંગની પણ ગણના કરવામાં આવી છે. કલિંગ જનપદ ઉત્તરમાં એડિસાથી આરંભી દક્ષિણમાં આંધ ૨, તીર્થકર મહાવીર ભાગ-૧, પૃ. ૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org