________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ઉત્તરરાઢ અને દક્ષિણ રાઢ તરીકે બે ભાગમાં વિભક્ત હતે. એની વચ્ચે અજય નદી વહેતી હતી. કેટલીય વ્યક્તિ ભ્રમથી લાઢ પ્રદેશને ગુજરાતને લાટ પ્રદેશ માને છે, પરંતુ એ ઉચિત નથી. સત્યતથ્ય એ છે કે લાઢ પ્રદેશ બંગાળમાં ગંગાની પશ્ચિમમાં હતો. આજકાલના તામલક, મિદનાપુર, હુગલી અને વર્ધમાન જિ૯લાએ આ પ્રદેશની અન્તર્ગત હતા. મુર્શિદાબાદ જિલ્લાને કેટલેક ભાગ એની ઉત્તરની સીમામાં હતું. ભગવાન મહાવીરે અત્રે વિહાર કર્યો હતો, જ્યાં એમને અનેક કષ્ટો સહન કરવાં પડ્યાં હતાં. ભગવાન મહાવીરને અત્રે વસ્તી મળવી પણ દુર્લભ થઈ ગઈ હતી. ત્યાંના લોકે મહાવીરને કૂતરાં કરડાવતા. લાઠને સુક્ષ્મ પણ કહેવામાં આવે છે.
બૌદ્ધ સાહિત્યમાં એનું નામ “લાલ અને વૈદિક સાહિત્યમાં રાઢ મળે છે. એનું પ્રાચીન નામ સુંદ પણ છે.
ભગવતી સૂત્રમાં સોલ જનપદેમાં સંભુત્તર(સુતર સુહ્મની ઉત્તરમાં)ની પણ ગણના કરવામાં આવી છે.
કેટિવર્ષ લાઢ જનપદની રાજધાની હતી. કોડિવરિસિયા નામના જન શ્રમણોની શાખાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ગુપ્તકાલીન શિલાલેખોમાં પ્રસ્તુત નગરના ઉલ્લેખ છે. વિદ્વાનો કોટિ વર્ષની ઓળખ વર્તમાન દીનાકપુર જિલ્લાના બાનગઢ નામના સ્થાન તરીકે કરાવે છે. સંભવ છે કે આ કારણે એને આર્ય દેશમાં પણ ગ હોય.
પ્રધચન્દ્રોદય નાટક અંક બેમાં (૧૧મી સદી) એના બે ભાગને ઉલ્લેખ મળે છે. દક્ષિણ-રાધ અને ઉત્તર-રાધ. અજય નદીના દક્ષિણ ભાગને દક્ષિણ–રાધ અને ઉત્તરભાગ ઉત્તર-રાધા કહેવામાં આવતા. ૭. (ક) આવશ્યક નિર્યુક્તિ ૪૮૩ (ખ) આચારાંગ ૯, ૩ ૮. (ક) આચારાંગ ૧, ૧ એજન ૯,૩ (ખ) આવેશ્યક નિર્યુક્તિ ૪૯૨ ૯ કલ્પસૂત્ર ૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org