SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિ-પરિચય : અભયકુમાર પ્રશ્ન કરવામાં આવે તે આ ઉત્તર આપીશ કે તે વખતે જ તને તે ભાસિત થાય છે? ભને! રથને વિશેષજ્ઞ છું. મને એ ક્ષણે તે જ્ઞાન થાય છે. રાજકુમાર બસ લગભગ એવી રીતે તથાગતને પણ એ ક્ષણે ઉત્તર ભાસિત થાય છે. કેમકે મનમાં તે વિષય સારી રીતે સાધેલે હોય છે. અભયકુમારે નિવેદન કર્યું -આશ્ચર્ય, ભન્ત અદ્ભુત ભક્ત, આપે અનેક પર્યાયથી ધર્મને પ્રકાશિત કર્યો છે. હું ભગવાનના શરણે જાઉ છું. ધર્મ અને ભિક્ષુ-સંઘને પણ શરણે જાઉં છું. આજથી મને અંજલિબદ્ધ શરણાગત તરીકે સ્વીકારે. આ સંયુક્ત નિકાયમાં પણ અભયકુમારનું બુદ્ધ સાથે પ્રત્યક્ષ મિલન થયું હતું એ પ્રસંગ છે. એમાં તે તથાગત બુદ્ધને પૂરણ કાશ્યપની માન્યતા અંગે એક પ્રશ્ન કરે છે.૨૦ ધમ્મપદ-અઠકથા પ્રમાણે અભયકુમારને શ્રોતાપનિફલ એ વખતે પ્રાપ્ત થાય છે કે જ્યારે તે નર્તકીના મૃત્યુથી ખિન્ન થઈને બુદ્ધની પાસે જાય છે અને બુદ્ધ અને ધર્મોપદેશ આપે છે.૨૨ થેરગાથાઅઠકથા પ્રમાણે અભયને શ્રોતાપરિફલ એ સમયે પ્રાપ્ત થાય છે કે જ્યારે તથાગત બુદ્ધિ અને તાલછિગુલામસુત્તને ઉપદેશ આપે હત. ૨૩ ૧૯. મઝિમ નિકાય, અભયકુમાર સુત્ત પ્રકરણ ૭૬ ૨૦, સંયુક્તનિકાય, અભય સુત્ત, ૪૪, ૬૬ ૨૧. સ્રોતા પતિ-ધારામાં આવી જવું. નિર્વાણના માર્ગમાં આરૂઢ થઈ જવું, જ્યાંથી પડવાની કોઈ સંભાવના ન હેય. યોગસાધના કરનાર ભિક્ષુ જયારે સત્કાયદષ્ટિ, વિચિકિત્સા અને શીલવત પરામર્શક, આ ત્રણ બંધનોને તેડી, નાંખે છે, ત્યારે તે સ્રોતા૫ન કહેવાય છે. સ્ત્રોતાપન્ન વ્યક્તિ વધુમાં વધુ સાતવાર જન્મ લઈ નિર્વાણ પ્રાપ્ત કરી લે છે. ૨૨. ધમ્મપદ-અટ્ટકથા ૧૩-૪ ૨૩, થેરગાથા-અટ્ટકથા ૧-૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy