________________
અભયકુમાર રાજા શ્રેણિકનો માનીત મંત્રી હતા.૫ જટિલમાં જટિલ સમસ્યાઓને તે પિતાના બુદ્ધિબલથી ક્ષણવારમાં ઉકેલી નાખતા હતા. એણે મેઘકુમારની માતા ધારિણીને અને કૃણિકની માતા ચેલણાનો દેહદ પિતાની કુશાગ્ર બુદ્ધિથી પૂર્ણ કર્યો હતે. એની લઘુ માતા ચેલણ અને શ્રેણિકનો લગ્ન-સંબંધ પણ અભયકુમારની બુદ્ધિથી જ થઈ શક્યો હતો. અભયકુમારની બુદ્ધિના ચમત્કારની અનેક ઘટનાઓ જૈન સાહિત્યમાં અંકિત થયેલ છે.
એક વખતે ઉજજૈનીના રાજા ચંડપ્રદ્યોતે ચૌદે રાજાની વિરાટના સાથે રાજગૃહ પર આક્રમણ કર્યું. અભયકુમારને જેવી આની ખબર પડી કે તરત જ્યાં શિબિર–તંબુ ઊભો થવાનો હતો ત્યાં પહેલેથી ગુપ્તપણે સુવર્ણ મુદ્રાઓ દટાવી દીધી. જ્યારે ચંડપ્રદ્યોતની વિશાળ સેનાએ રાજગૃહને ચારે તરફથી ઘેરી લીધી ત્યારે અભયકુમારે એને એક પત્ર લખ્યું કે હું આપને પૂર્ણ હિતૈષી છું. આપના સાથી રાજા લેક મહારાજા શ્રેણિક સાથે ભળી ગયેલા છે. તેઓ આપને પકડીને રાજા શ્રેણિકને સોંપવાના છે. શ્રેણિકે એમને ઘણું ધન આપ્યું છે. જે આપને મારા કથન પર વિશ્વાસ ન હોય તો જ્યાં આપને શિબિર–તંબુ છે, ત્યાંની ભૂમિ ખોદીને જોઈ લે.
ચંડપ્રદ્યોતે જયારે અનુચરો પાસે ભૂમિ પેદાવી તે દરેક સ્થાન પરથી સુવર્ણ મુદ્રાઓ દાટેલી મળી આવી. તે જોઈને એ ગભરાઈ ગયે અને યુદ્ધ કર્યા વિના જ પાછલા પગે ઉજજૈની પાછ ચાલ્યા ગયો. આ પ્રમાણે એક વિકટ રાજનૈતિક સંકટથી શ્રેણિકને એણે મુક્ત કર્યો હતે. ૫. ભરતેશ્વર બાહુબલિ વૃત્તિપત્ર ૭૮ ૬. જ્ઞાતૃધર્મ કથા ૧,૧ ૭. નિરયાવલિયા. ૮. ચંડપ્રદ્યોત જ્યારે ઉજૈની પહોંચ્યો ત્યારે એને અભયકુમારના પશ્યન્સને
ખ્યાલ આવ્યો. તે પછી એણે પશ્યન્ન કરી અભયકુમારને બંદીવાન બનાવ્યો. અભયકુમારે મુક્ત થઈને એને બદલો લીધો. આ રુચિકર પ્રસંગ માટે જુઓ(ક) આવશ્યક ચૂર્ણિ ઉત્તરાર્ધપત્ર ૧૫૯-૧૬૩ (ખ) ત્રિષષ્ટિ, ૧૦, ૧૧, ૧૨૪-૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org