________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
જૈન સાહિત્યમાં જૈન સાહિત્ય અનુસાર તે રાજા શ્રેણિકની નંદા નામની રાણનો પુત્ર હતો. નંદા વેન્નાતટપુરના શ્રેષ્ઠી ધનાવહની પુત્રી હતી. કુમારાવસ્થામાં શ્રેણિક રાજા ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં એમણે નંદાનું પાણિગ્રહણ કર્યું હતું. અભયકુમાર આઠ વર્ષ સુધી પિતાની માતા સાથે સાળમાં રહ્યા હતા. એ પછી તેઓ બને રાજગૃહ આવ્યાં હતાં.૩
અભયકુમારનું રૂપ અત્યંત સુંદર હતું. તે સામ, દામ, દંડ અને ભેદ, ઉપપ્રદાનનીતિ અને વ્યાપારનીતિને જાણકાર હતા. ઈહા, અપહ, માગણ, વેષણ તથા અર્થશાસ્ત્રમાં તે નિષ્ણાત હતા ને
ત્પાતિકી, વૈનાયિકી, કામિકી તથા પરિણામિકી આ ચાર પ્રકારની બુદ્ધિઓથી યુક્ત હતા. રાજા શ્રેણિકનાં ઘણું કાર્યોમાં જેવાં કે કૌટુંબિક કાર્યોમાં, મંત્રણામાં, ગુહ્ય કાર્યોમાં, રહસ્યમય. કાર્યોમાં નિર્ણય કરવામાં અનેકવાર પરામર્શ કરવા યોગ્ય હતો. તે બધા માટે આધારભૂત પ્રમાણ હતો, આલંબન હતો. ચક્ષુભૂત હતો. બધાં કાર્યોમાં અને બધાં સ્થાનમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર હતો. બધાને વિચાર પ્રદાન કરનારે હતો. રાજ્યની ધુરા ધારણ કરનાર હતું. તે રાજ્ય (શાસન), રાષ્ટ્ર (દેશ) મેષ, કોઠાર (અન્નભંડાર), સેના, વાહન, નગર અને અંતઃપુરની સમ્યફ પ્રકારે દેખભાળ કરતે હતો. १. (४) तस्स णं सेणियस्स पुत्ते नंदाए देवीए अत्तए अभय नाम कुमारे होत्या
–જ્ઞાતૃધર્મકથા ૧, (ખ) અનુત્તરપપાતિક ૧,૧
(ગ) નિરાયાવલિયા સૂત્ર ૨૩ ૨. એ નગર દક્ષિણની કૃષ્ણા નદી જ્યાં આગળ પૂર્વ સમુદ્રને મળે છે, ત્યાં
હેવું જોઈએ, વિશેષ માટે જુઓ પરિશિષ્ટ. ૩. ભરતેશ્વર બાહુબલી વૃત્તિ પત્ર ૩૬ ૪. જ્ઞાતૃધર્મ કથા ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org