________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
એક વખતે એક ક્રમક (કઠિયારે) ગણધર સુધર્મા પાસે પ્રવજિત થયે. જ્યારે તે રાજગૃહમાં ભિક્ષા માગવા ગયા ત્યારે લેકેએ એને પરિહાર કરતા કહ્યું –“જુઓને, આ મહાન ત્યાગી મુનિ આવ્યા, એમને કેટલા મેટા વૈભવને ત્યાગ કર્યો છે. એ સાંભળીને ઠુમકમુનિને મનમાં વિચાર આવ્યું કે લોકે મારી કેવી મજાક કરે છે. એણે સુધર્મા સ્વામી પાસે આવીને જણાવ્યું કે ભગવન આ રીતે અપમાનને ઘૂંટડે ક્યાં સુધી પીતો રહીશ. ભગવાને સુધર્મા સ્વામીએ એના મનની શાંતિ માટે રાજગૃહથી પ્રસ્થાન કરવાનો વિચાર કર્યો. આ વાતની ખબર અભયકુમારને પડી, એણે સુધર્મા સ્વામીને જણાવ્યું કે તમે વિહાર કરશે નહીં.
બીજે જ દિવસે નગરના સાર્વજનિક સ્થાન પર એક એક કરોડ સુવર્ણમુદ્રાઓના ત્રણ ઢગલા કરવામાં આવ્યા અને રાજગૃહમાં એવી ઘેષણ કરાવવામાં આવી કે આ ત્રણ કરોડ સુવર્ણ મુદ્રાઓ એ વ્યક્તિ લઈ જઈ શકે છે કે જે જીવનભર સ્ત્રી, અગ્નિ અને પાણીનો પરિત્યાગ કરે.
સુવર્ણના ઢગલા જોઈને બધાનું મન લલચાયું પરંતુ શરતે સાંભળીને કઈ પણ લેવાને આગળ આવ્યું નહીં. ત્યારે અભયકુમારે કહ્યું-જુએ, તે કુમકમુનિ કેટલા મહાન છે કે જેણે જીવનભર સ્ત્રી, અગ્નિ અને સચિત્ત પાણીને પરિત્યાગ કર્યો છે. અભયકુમારની પ્રસ્તુત બુદ્ધિમત્તાથી કમકમુનિ પ્રતિ વ્યંગ કરવાની જે પ્રવૃત્તિ હતી તે બંધ થઈ ગઈ. અને જનતાને શ્રમણધર્મના મહત્વનું જ્ઞાન થયું.
અભયકુમારે આદ્રકકુમારને ધર્મોપકરણ ભેટ તરીકે મોકલ્યાં હતાં–જેનું વર્ણન પૂર્વે કરી ગયા છીએ. અભયકુમારના સંસર્ગમાં આવીને રાજગૃહને મહાન કસાઈ કાલશૌરિકને પુત્ર સુલકુમાર ભગવાન મહાવીરને પરમ ઉપાસક બન્યો હતો આ પ્રમાણે અભયકુમારની ધાર્મિક ભાવનાનાં અનેક ઉદાહરણે જૈન સાહિત્યમાં છે.
૯. ધર્મરત્ન પ્રકરણ-અભયકુમાર કથા ૧-૩૦ ૧૦. યોગશાસ્ત્ર, પત્તવૃત્તિ, અ. ૧, કલોક ૩૦, પૃ. ૯૧-૯૫ આચાર્ય હેમચન્દ્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org