________________
ભગવાન મહાવીરને ઉપદેશ
૭૭
बन्धःपमोक्खो अज्झत्थेव ।
–આચા૦ ૧. ૫. ૨ વસ્તુતઃ બંધન અને મોક્ષ પિતાની અંદર જ છે.
जे आया से विन्नाया, जे विन्नाया से आया । जेण बियाणइ से आया, तं पडुच्च पडिसंखाए ।
--આચારાંગ ૧, ૫, ૫, જે આત્મા છે તે વિજ્ઞાતા છે, જે વિજ્ઞાતા છે તે આત્મા છે. જેનાથી જણાય છે તે આત્મા છે, જણાવવાની શક્તિ એજ આત્માની પ્રતીતિ છે.
जो सहस्सं सहस्साणं, संगामे दुजए जिणे । एग जिणेज्ज अप्पाणं, एस सेपरभो जाओ ।
–ઉત્તરા૦ ૨૦, ૪૮ જે પુરુષ દુર્જય-સંગ્રામમાં દશ લાખ ચોદ્ધાઓ પર વિજય પ્રાપ્ત કરે છે. એની અપેક્ષાએ જે પિતે પિતાની જાતને જીતે છે, તે એને પરમ વિજય છે. अन्ना जीवा, अन्नं सरीर।
-સૂત્ર ૨, ૧, ૯ આત્મા અન્ય છે અને શરીર અન્ય છે. अन्ने खलु कामभोगा अन्नो अहम सि ।।
-સૂત્ર ૨, ૧, ૧૩ શબ્દ, રૂપ, ગંધ, આદિ કામ–ભેગ (જડપદાર્થ) બીજા (પદાર્થો) છે. હું (આત્મા) બીજે છું. पुरिसा! तुममेव तुम मित्त, किं बहिया मित्तमिच्छसि ।
–આચારાંગ ૧, ૩, ૩, હે પુરુષ, તું તારે જ મિત્ર છે, તે પછી બહાર કેમ બીજા મિત્રની શોધ કરે છે. एगे आया ।
--સ્થાનાંગ ૧, ૧ સ્વરૂપ દષ્ટિથી બધા આત્મા એક સરખા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org