________________
૭૬૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
નાયપુત્તને વયેવૃદ્ધ સંઘનેતા દર્શાવીને એમને સત્સંગ કરવાનું કહે છે. ૨૮
આ ત્રણ પ્રકરણેમાંથી મહાવીરનું જયેષ્ઠત્વ પ્રમાણિક થાય છે. ફક્ત વયની દૃષ્ટિથીએ જ નહીં, પણ જ્ઞાન, પ્રભાવ અને પ્રત્રજ્યાની દૃષ્ટિથી પણ મહાવીર ચેષ્ટ છે અને બુદ્ધ નાના છે. સાથે સાથે એ ઉલેખેથી એ સ્પષ્ટ થાય છે કે જ્યારે બુદ્ધ પિતાને ધર્મોપદેશ શરૂ કર્યો હતો ત્યાં સુધીમાં તે મહાવીરનો સારા પ્રમાણમાં પ્રચાર થઈ ચૂક્યો હતે.
ત્રિપિટક સાહિત્યમાં મહાવીર અંગે અનેક સ્થાન પર પ્રકાશ પાડવામાં આવે છે. પરંતુ જૈન આગમ સાહિત્યમાં બુદ્ધ અંગે કંઈપણ વર્ણન નથી. એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે જે નવોદિત ધર્મનાયક થાય છે, તે પિતાના પૂર્વવત પ્રતિસ્પધી ધર્માનાયક અંગે વિસ્તારથી પ્રકાશ પાડે છે; કેમકે એના આંતરમાનસમાં એના સમકક્ષ થવાની એક ભાવના હોય છે. પોતાને શ્રેષ્ઠ અને બીજાને નિકૃષ્ટ બતાવવાને વિશેષપણે પ્રયાસ થાય છે. જૈન આગમ સાહિત્યમાં કોઈપણ જગ્યાએ બૌદ્ધ ધર્મના પ્રવર્તક તરીકે બુદ્ધને ઉલ્લેખ થયો નથી. એનું કારણ એ હોઈ શકે કે મહાવીરનો એટલે વધુ પ્રમાણુ પ્રભાવ પડી ચૂક્યું હતું કે એમણે નદિત પંથને મહત્વ આપ્યું નહી. તથ્ય એ છે કે મહાવીર બુદ્ધથી વૃદ્ધ અને પૂર્વે નિર્વાણ પામ્યા હતા.
ભગવાન મહાવીરનું નિર્વાણ “મહામહોપાધ્યાય રાયબહાદુર ગૌરીશંકર ઓઝા૨૯ ડે. બલદેવ ઉપાધ્યાય, ડે. વાસુદેવ અગ્રવાલ,૩૧ ૨૮ દીધનિકાય, સામંજફલ સુત ૧, ૨. પૂ. ૧૬-૧૮ ૨૯ શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૨, અંક ૪-૫ પૃ. ૨૧૭-૮૧ ૩૦ ધર્મ અને દર્શન પૃ. ૮૯ ૩૧ તીર્થંકર મહાવીર, ભાગ ૨, ભૂમિકા ૫. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org