________________
૭૫૯
ઐતિહાસિક દષ્ટિથી નિર્વાણકાલ ગૌતમ, શું આપ પણ એ અધિકારપૂર્વક કહે છે કે આપે અનુત્તર સમ્યક સંબધિ પ્રાપ્ત કરી લીધી છે ?૨૬
બુદ્ધ કહ્યું–મહારાજા જે કોઈ કોઈને ખરેખર સમ્યક સંબુદ્ધ કહે છે તે મને પણ તેમ કહી શકે છે. મેં પણ અનુત્તર સમ્યફ સંધિ સાક્ષાત્ કરી છે.
પ્રસેનજિત—ગૌતમ, બીજા શ્રમણ બ્રાહ્મણ જે સંઘના અધિપતિ, ગણાચાર્ય, પ્રસિદ્ધ યશસ્વી તીર્થકર અને બહુજનસંમત પૂરણ કાશ્યપ, મકખલિ ગોશાલ, નિર્ગઠ નાયપુત્ત, સંજય વેલટિકપુત્ર, પ્રયુદ્ધ કાત્યાયન, અજિતકેશ કંબલી આદિને પણ એવા પ્રશ્ન કરવામાં આવતાં તેઓ અનુત્તર સમ્યક સંધિ પ્રાપ્તિ અંગે અધિકારપૂર્વક કહેતા નથી. આપ તે અલ્પ–વયસ્ક અને સદા પ્રવજિત છે તથાપિ એ કેવી રીતે કહી શકો છે?
બુદ્ધ–ક્ષત્રિય, સર્પ, અગ્નિ અને ભિક્ષુને અલ્પવયસ્ક સમજીને કદી પણ એને પરાભવ યા અપમાન કરવું જોઈએ નહીં. ૨૭
એક બીજો પ્રસંગ (જુઓ સુત્ત નિપાત, સમિય સુત્ત સુત્ત પૃ. ૧૦૪) છે કે જેમાં સમિય પરિવ્રાજક અજિતકેશ, સંજય વેલડિપુત્ર, નિગંઠપુત્ર આદિ પાસેથી પણ પોતાના પ્રશ્નનું સમાધાન પ્રાપ્ત થતું નથી એટલે તે વિચારે છે કે જ્યારે આ મેટા અનુભવી ધીર વૃદ્ધ ધર્મનાયકે પાસેથી પણ મારા પ્રશ્નોનું સમાધાન મળતું નથી તો તથાગત બુદ્ધ જે ઉંમર અને પ્રજ્યામાં કનિષ્ઠ છે તેમની પાસેથી કેવી રીતે મળી શકે?
ત્રીજે ઘટનાપ્રસંગ એ છે કે મગધરાજ અજાતશત્રુ પિતાના મંત્રીઓને પૂછે કે કોને સત્સંગ કરીએ જેથી ચિત્ત પ્રસન્ન થાય? ત્યારે કોઈ મંત્રી પૂરણ કાશ્યપ, કોઈક શાલક અને કોઈ નિર્ગઠ ૨૬ આગમ ઔર ત્રિપિટિક : એક અનુશીલન પૃ. ૮૨ ૨૭ સંયુકત નિકાય, દહરસુર ૧, ૩–૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org