________________
૭૫૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
આવી છે. બાહ્ય ઢાંચે જુદે હોવા છતાં ત્રણે પ્રકરણને આત્મા એક છે. એમાં તથાગત બુદ્ધ આનંદ અને ચુન્દ સમક્ષ ભગવાન મહાવીરના નિર્વાણની વાત કરી છે. કેટલાય લેખકેનું એ મંતવ્ય છે કે આ પ્રકરણમાં વિરોધાભાસ છે. ડો. જેકેબીએ ઉકત પ્રકરણેને એ માટે અપ્રમાણિક માન્યાં છે કે એમાં કઈ પણ ઉલ્લેખ મહાપરિનિર્વાણ સુત્તમાં નથી કે જેમાં બુદ્ધના અંતિમ જીવન પ્રસંગોનું વર્ણન છે.
જ્યાં સુધી ભગવાન મહાવીરના બુદ્ધ પૂર્વેના નિર્વાણનો પ્રશ્ન છે એમાં આ પ્રકરણની વાસ્તવિકતા અંગે સંદેહ કર ઉપયુક્ત નથી કેમ કે એનાથી વિરોધી ઉલ્લેખ જૈન આગમ સાહિત્યમાં કઈ પણ ઠેકાણે નથી, જે જૈન આગમ સાહિત્યમાં મહાવીર અને બુદ્ધના નિર્વાણ અંગે પહેલાં કે પછી કઈ સ્પષ્ટ ઉલ્લેખ હેત તે આ પ્રકરણની વાસ્તવિકતા અંગે ચિંતનને અવકાશ રહેત. એ સાથે બૌદ્ધ સાહિત્યમાં આ ત્રણ પ્રકરણે સિવાય કઈ એ પ્રકારનું પ્રકરણ હોત જેમાં મહાવીર નિર્વાણથી પૂર્વે બુદ્ધ નિર્વાણની વાત હોય, તે પણ આ પ્રકરણની વાસ્તવિકતા અંગે વિચારવાને અવકાશ રહેત, પણ આ પ્રકારનું બાધક પ્રમાણ ન તે જૈન સાહિત્યમાં છે, કે ન તે બૌદ્ધ સાહિત્યમાં છે. એવી સ્થિતિમાં એને એ પ્રમાણિત કેવી રીતે માની શકાય. હવે રહી કાલાવધિના ભેદની વાત. એ અંગે આપણે આગળ પર ચર્ચા કરીએ છીએ કે ભગવાન મહાવીર નિર્વાણથી બાવીસ વર્ષ બાદ બુદ્ધનું નિર્વાણ થયું હતું.
ડે. મુનિ શ્રી નગરાજજીએ આ ત્રણ પ્રકરણે ઉપરાંત પણ અનેક બૌદ્ધ સાહિત્યના પ્રસંગે બતાવ્યા છે જેનાથી એ સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે બુદ્ધ નાના હતા અને મહાવીર મેટા હતા. તે પ્રકરણે આ પ્રમાણે છે.
તથાગત બુદ્ધ એકવાર શ્રાવસ્તીમાં અનાથ પિડિકના જેતવનમાં વિહાર કરી રહ્યા હતા. એ સમયે કેશલનરેશ રાજા પ્રસેનજિત બુદ્ધની પાસે ગયા અને કુશલક્ષેમ પૂછીને જિજ્ઞાસા વ્યક્ત કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org