________________
૭પ૭
અતિહાસિક દષ્ટિથી નિર્વાણકાલ સૌથી નાના હતા, પ્રારંભમાં એમને સંઘ પણ નાનો હતે. કૌશાંબજીએ કાલક્રમના પ્રશ્નને ઉપેક્ષિત કર્યો છે. તેઓ લખે છે કે “બુદ્ધની જન્મતિથિમાં કંઈક ઘટાડે કે વધારો થઈ જાય તે પણ એમના જીવનચરિત્રમાં કઈ પ્રકારનું ગણત્વ આવી શકતું નથી.’
એવી રીતે ડે. હર્બલે હૈસ્ટિન્ગાના ઈન્સાઈકલોપિડિયા ઓફ રિલીજન એન્ડ ઈથિકસ' ગ્રંથમાં આની ચર્ચા કરી છે. એમના મત પ્રમાણે બુદ્ધનું નિર્વાણ મહાવીર પછી પાંચ વર્ષ બાદ થાય છે. અને બુદ્ધને જન્મ મહાવીરથી ત્રણ વર્ષ પૂર્વે થાય છે.
પુરાતત્વવેત્તા મુનિશ્રી કલ્યાણવિજયજીના મત પ્રમાણે ભગવાન મહાવીરથી બુદ્ધ ચૌદ વર્ષ, પાંચ મહિના અને પંદર દિવસ પૂર્વે નિર્વાણ પામ્યા હતા. અર્થાત્ ભગવાન મહાવીરથી બુદ્ધ ઉંમરમાં બાવીસ વર્ષ મેટા હતા. બુદ્ધનું નિર્વાણ ઈ. પૂ. પ૪૨ (મે) અને મહાવીરનું નિર્વાણ ઈ. સૂ. પ૨૮ નવેમ્બરમાં થાય છે. ભગવાન મહાવીરનું નિર્વાણ એમણે ઈ. પૂ. પર૭ માન્યું છે, જે પરંપરા અને પ્રમાણ– સંમત છે. ૨૪
ઈતિહાસમદધિ શ્રી ઈન્દ્રવિજયજીએ અનેક પ્રમાણ આપીને એ સિદ્ધ કરવા પ્રયાસ કર્યો છે કે મહાવીરનું નિર્વાણ એમણે ઈ.પૂ. પર૭માં માન્યું છે, જે પરંપરા અને પ્રમાણુ–સંમત છે. ૨૫
ભગવાન મહાવીરના નિર્વાણકાલ પર ચિંતન જે આધાર પર કરવામાં આવ્યું છે એને મૂળસ્ત્રોત ત્રિપિટક સાહિત્ય છે. મઝિમનિકાય સામગામસુત્ત, દીઘનિકાય પાસાદિક સુત્ત, અને દીઘ-નિકાયસંગીતિ પર્યાય સૂત્ત આદિમાં મહાવીરના નિર્વાણની ચર્ચા કરવામાં ૨૨ ભગવાન બુદ્ધ પૃ. ૩૩, ૧૫૫ ૨૩ ભગવાન બુદ્ધ : ભૂમિકા ૧૨ ૨૪ વીર નિર્વાણ સંવત અને જૈન કાલગણના ૨૫ તીર્થકર મહાવીર ભાગ ૨, પૃ. ૩૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org