________________
શિષ્ય પરિવાર
૭૪૫ વારનો ઉલ્લેખ થયેલ છે. એ અમે પરિશિષ્ટ વિભાનમાં આપેલ છે. એટલે ત્યાં જોઈ લેવું.
શ્રમણસંઘ
ભગવાન મહાવીરે પિતાના સંપૂર્ણ શ્રમણને નવ વિભાગમાં વિભક્ત કર્યા. તે વિભાગ ગણુ યા શ્રમણ ગણના નામે ઓળખાય છે. આ ગણેના અધ્યક્ષ ઈન્દ્રભૂતિ આદિ અગિયાર ગણધર હતા. શ્રમણ અને શ્રમણીઓની કુલ–વ્યવસ્થા આ ગણધરોને આધીન હતી.
ગણની દૃષ્ટિથી મહાવીરને શ્રમણ સમુદાય સાત વિભાગોમાં વિભક્ત હતા ? આ વિભાગે આ પ્રમાણે હતાઃ ૧. કેવળી, ૨. મનઃપર્યવજ્ઞાની, ૩. અવધિજ્ઞાની, ૪. વૈક્રિયદ્ધિક, ૫. ચર્તુદશ પૂર્વી, ૬. વાદી અને ૭. સામાન્ય સાધુ.
(૧) કેવલ યા પૂર્વજ્ઞાની શ્રમણની સંખ્યા ૭૦૦ હતી. એનું સ્થાન સર્વોત્કૃષ્ટ હતું. તેઓ ભગવાન મહાવીર સમાન જ્ઞાની હતા. મહાવીરે એમને પૂર્ણ સ્વતંત્રતા આપી હતી. આ લેકો ઉપદેશ આદિ પણ આપતા હતા.
(૨) બીજી શ્રેણીના શ્રમણ મન:પર્યવજ્ઞાની હતા, જેમાં માનસિક વિચારના જ્ઞાતા હતા.
(૩) ઈન્દ્રિયોની સહાય વગર પણ જે રૂપી પદાર્થોને જાણનારા હતા, તે અવધિજ્ઞાની કહેવાતા હતા.
(૪) ચતુર્દશપૂર્વી, જે સંપૂર્ણ અક્ષરજ્ઞાનના પારંગત હતા. શિષ્ય વર્ગને શાસ્ત્રનું અધ્યયન કરાવવાનું એમનું કાર્ય હતું.
(૫) વૈક્રિયદ્ધિક, જે ગસિદ્ધિ પ્રાપ્ત શ્રમણ હતા, જે નિરંતર તપ–જપમાં લીન રહેતા હતા.
(૬) વાદી–જે જૈન દાર્શનિક સાહિત્યમાં નિષ્ણાત ગણાતા હતા. જે અન્યતીથિંકોની સાથે શાસ્ત્રાર્થ કરી વિજય–વાવટે ફરકાવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org