________________
૭૪૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
સંકલ્પ કર્યો. જે સાડા બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી, તપશ્ચરણ ધ્યાન–ગ-સમાધિ દ્વારા અન્તર જીવનનું પરિક્ષાલન કરતા રહ્યા. વિકારોને સંપૂર્ણ ક્ષય કરી નિવિકાર નિર્દોષ પરમ શુદ્ધ આત્મસ્થિતિ પ્રાપ્ત કરી અને જે લગભગ ત્રીસ વર્ષ સુધી વિશ્વના કલ્યાણ માટે અથાક શ્રમ અને કષ્ટ ઉઠાવી પ્રયાસ કરતા રહ્યા. જેમણે હજારો ભને સંયમ માર્ગ પર ગતિશીલ બનાવ્યા, જેમણે લાખો આત્માઓને ત્યાગની પ્રેરણા આપી કરોડો–પ્રાણીઓના કલ્યાણ માટે સતત પ્રયત્ન કર્યો તે મહાતિમહાન વિશ્વમંગલમય પ્રભુવર આ અમાવાસ્યાની રાત્રિએ આ સંસારમાંથી વિદાય થઈ ગયા. પાર્થિવ દેહનો ત્યાગ કરી શાશ્વત જ્ઞાનદર્શનમય સ્થિતિમાં લીન થઈ ગયા. સંસારને એક આલેક લુપ્ત થઈ ગયે. માનવજાતિને એક મેગલ કલ્યાણદ્રષ્ટા ચાલ્યા ગયા.
શિષ્ય પરિવાર
કલ્પસૂત્ર અનુસાર ભગવાન મહાવીરને સંઘ સમુદાય આ પ્રમાણે હતો.
શ્રમણ ભગવાન મહાવીરના ઈન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણ હતા. આર્યા ચંદના આદિ છત્રીસ હજાર શ્રમણીઓ હતી. શંખશતક આદિ એક લાખ એગણસાઠ હજાર શ્રાવક હતા. સુલસા, રેવતી આદિ ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓ હતી. જિન નહીં પણ જિનની જેમ સત્ય તથ્યનું સ્પષ્ટીકરણ કરનારા ત્રણસી ચૌદ પૂર્વધર હતા. વિશેષ પ્રકારની લબ્ધિવાળા તેરસ અવધિજ્ઞાની હતા. સાત કેવલજ્ઞાની હતા. સાત વૈક્રિય લબ્ધિવાળા શ્રમણ હતા. પાંચ વિપુલમતિ મનઃયર્પવજ્ઞાની હતા. ચારસે શાસ્ત્રાર્થ કરનાર વાદી હતા. સાતસો શિષ્ય સિદ્ધ થયા. ચૌદસો શિષ્યાઓ સિદ્ધ થઈ. આઠ શ્રાવકો શ્રમણ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.
અન્ય વેતાંબર અને દિગંબર ગ્રંથમાં મહાવીરના શિષ્ય પરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org