________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
: સ્વાના માધ્યમથી ભવિષ્યકાલીન સ્થિતિનું શબ્દચિત્ર સાંભળી રાજા પુરયપાલને વૈરાગ્ય ઉત્પન્ન થા. પછીથી તેઓ રાજ્યને ત્યાગ કરી ભગવાન મહાવીરની પાસે આવ્યા અને તેમણે શ્રમણ-ધર્મનો સવીકાર કર્યો. તપ-સંયમની સમ્યક રૂપે આરાધના કરી કર્મોને નાશ કરી અંતે તેઓ મુક્ત થયા.
એના પછી ગણધર ગૌતમની જિજ્ઞાસાના ઉત્તરમાં ભગવાને કહ્યું–જ્યારે તીર્થંકર રહેતા હોય છે ત્યારે એ સમયે ભારતવર્ષ ધન-ધાન્યથી પરિપૂર્ણ, ગામ-નગરોથી યુક્ત સ્વર્ગ સમાન હોય છે. એ સમયે ગામ નગરની જેમ અને નગર દેવલેક સદશ બની જાય છે. કૌટુંબિક રાજા જે અને રાજા કુબેર જે સમૃદ્ધ હોય છે. આ સમયે આચાર્ય ઈન્દ્ર જે તેજસ્વી થાય છે અને માતા-પિતા દેવ સમાન થાય છે. સાસુ માતા સમાન સ્નેહની વર્ષા કરે છે અને સસરો પિતાની જેમ પ્રેમ કરે છે. જનતા વિવેક-વિનય યુક્ત હોય છે. અને દેવ, ગુરુ અને ધર્મ પ્રતિ સમર્પિત થાય છે. વિદ્વાનોને આદર થાય છે પ્રાયઃ રાજા જિનધમી હોય છે.
- જ્યારે ભવિષ્યમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ આદિ નહીં હેય, કેવલજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન, પરમાવધિને વિલેપ થઈ જશે ત્યારે ભારતવર્ષની સ્થિતિ ક્રમશઃ પ્રતિકૂલ થતી જશે. મનુષ્યમાં ક્રોધ, માન, લેભ આદિ વિકાર વધશે, અધર્મની વૃદ્ધિ થશે. વિવેકની માત્રા ઘટશે. મત્સ્ય ન્યાયની જેમ સબલ નિર્બલને સતાવશે. સઢ વિનાની નૌકાની જેમ ભારતની સ્થિતિ ડામાડોલ થઈ જશે. તસ્કરકૃત્ય વધશે, રાજા અધિક કર લેશે. ન્યાયાધીશ અધિક લાંચ લેશે. માનવ ભૌતિક પદાર્થોમાં અધિક આસક્ત બનશે.
ગુરુકુલવાસની મર્યાદાને નાશ થઈ જશે. ગુરુ પિતાના શિષ્યોને શાસ્ત્રનું રહસ્ય નહીં બતાવે અને શિષ્ય પણ ગુરુઓની સેવા-સુશ્રષા કરશે નહીં. ક્ષુદ્ર જીવ-જંતુઓની ઉત્પત્તિ વધુ થશે. પુત્ર માતા-પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org