________________
૭૩૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કરણ કર્યું છે. એટલે અત્રે એની પુનરાવૃત્તિ ન કરતાં તે અંગે ત્યાં જવાની સૂચના કરું છું.
રાજા પુણ્યપાલનાં સ્વપ્ન અને એનું ફળ હા, તે ભગવાન પાવામાં રાજા હસ્તિપાલની રજુક સભામાં બિરાજ્યા. એ ભગવાનને અંતિમ વર્ષાવાસ હતા. સમવસરણની રચના થઈ. ભગવાનનું પ્રવચન થવા લાગ્યું. એક દિવસ પ્રવચન પછી રાજા પુણ્યપાલે ભગવાનને નમ્ર નિવેદન કરતાં કહ્યું-ભગવન, આજે રાતમાં મેં વિચિત્ર પ્રકારના હાથી, વાંદરો ક્ષીરત, કાગડે, સિંહ, પદ્મ, બીજ, અને કુંભ એ આઠ અશુભ સ્વપ્ન જોયાં છે. મને એ ચિંતા થઈ રહી છે કે કયાંક આ સ્વપ્નમાં કોઈ અશુભ અમંગલનાં સૂચક તે નથી ને?
રાજા પુણ્યપાલને સ્વપ્નનું ફળ જણાવતાં ભગવાને કહ્યું–તે જે હાથી જે એનું તાત્પર્ય છે કે ભવિષ્યમાં વિવેકશીલ શ્રમણોપાસક પણ ક્ષણિક સમૃદ્ધિસંપન ગૃહસ્થ જીવનમાં હાથીની માફક મન્મત્ત થઈને રહેશે. કન્ટેની વિકટ ઘડીમાં પણ તેઓ એને છેડીને સંયમ ગ્રહણ કરવાનો વિચાર નહીં કરે અને જે ગ્રહણ કરશે તે પણ સમ્યક પ્રકારથી સંયમનું પાલન કરશે નહીં. કેટલાક જ સાધકો દેહતા સાથે એનું પાલન કરી શકશે.' " બીજા સ્વપ્નમાં તે જે વાંદરે જે છે એ વાતનું પ્રતીક છે કે મોટા મોટા આચાર્ય પણ વાંદરાની માફક ચંચલ પ્રકૃતિના, અલ્પ પરાક્રમી અને વ્રતના આચરણમાં પ્રમાદી થશે. વાંદરાની જેમ અવિચારી, વિવેકશૂન્ય અને અત્યંત અસ્થિર અને ચંચલ સ્વભાવના થશે. १. स्वामिन् स्वप्ना मयाद्याष्टौ दृष्टास्तत्र गजः कपिः ।
क्षीरद्रुः काकसिंहाब्जबीजकुभा इमे क्रमात् ॥ तदाख्याहि फल तेषां भीतोऽस्मि भगवन्नहम् । इति पृष्टो जगन्नाथो व्याचकारेति तत्कलम् ॥
-ત્રિષષ્ટિ. ૧૦,૧૩,૩૦–૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org