________________
પાવામાં અંતિમ વર્ષાવાસ
૭૩૧
નારકીય જીવ એકાન્ત દુઃખને અનુભવ કરે છે, પણ કે વિશેષ સમયે તેઓ સુખને પણ અનુભવ કરે છે. ભવનપતિ, વ્યન્તર,
જ્યોતિષી અને વૈમાનિક દેવ-મુખ્યત્વે સુખને અનુભવ કરે છે. પણ તેઓ કદીક દુઃખને પણ અનુભવ કરે છે. તિર્યંચ અને મનુષ્ય ગતિના જીવ અનિયમિત રૂપે સુખ-દુઃખ ભોગવતા રહે છે. ૧૮
આ વર્ષે અગ્નિભૂતિ અને વાયુભૂતિ ગણધરો માસિક અનશનપૂર્વક રાજગૃહના ગુણશીલ ઉદ્યાનમાં નિર્વાણ પામ્યા. ભગવાને પિતાનો એકતાલીસસમે ચાર્તુમાસ રાજગૃહમાં કર્યો.
અવ્યક્ત, મંડિત અને અખંપિતનું નિર્વાણ વર્ષાવાસની સમાપ્તિ પછી ભગવાન મહાવીર કેટલાક સમય સુધી રાજગૃહમાં જ બિરાજ્યા. એ વખતે એમના ગણધર અવ્યક્ત, પંડિત અને અકપિત એક માસનાં અનશન કરી નિર્વાણ પામ્યા.
- રાજગૃહના એ ગુણશીલ ઉદ્યાનમાં ગણધર ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો–“ભગવન, દુષમા-દુષમ કાલમાં જંબુદ્વિપના પ્રસ્તુત ભરતક્ષેત્રની શું સ્થિતિ થશે?
ભગવાને એ વખતની અત્યંત દમનીય સ્થિતિનું શબ્દચિત્ર પ્રસ્તુત કર્યું. આ વર્ણન અમે આગળનાં પાનાંઓમાં કાલચકના પ્રસંગે આપીશું.
પાવામાં અંતિમ વર્ષાવાસ
ભગવાન રાજગૃહથી વિહાર કરી વર્ષાવાસ કરવા માટે પાવા પધાર્યા. પાવાના ચક્કસ સ્થાન અંગે ઈતિહાસમાં કેટલેક મતભેદ છે. ભગવાન મહાવીરની નિર્વાણ ભૂમિ, પાવા ક્યાં આવેલી છે? આના ઉપર પરિશિષ્ટ વિભાગમાં “પાવા” શીર્ષક નિબંધમાં સપ્રમાણ સ્પષ્ટી૧૮ ભગવતી ૬.૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org