________________
ગૌતમની જિજ્ઞાસાએ
૬૧૭,
આપને એ જ્ઞાન નથી કે આપ ક્યાં જઈ રહ્યા છે. અહીં આવીને ભગવાનને વંદના કરે.
ભગવાને કહ્યું–ગૌતમ, કેવલીની અશાતના કર નહીં.
પંદરસો તાપસ
પ્રસિદ્ધ
જ નેમિચકે
આ પ્રમાણે
- પ્રસ્તુત ઘટના સાથે સંકળાયેલ એક અન્ય ઘટના પણ પ્રસિદ્ધ છે. જેની ચર્ચા આચાર્ય અભયદેવે ભગવતી સૂત્રની ટીકામાં (૧૪,૭) તેમજ નેમિચન્દ્ર ઉત્તરાધ્યયનની ટીકા (૧૦,૧)માં અને કલ્પસૂત્રની ટીકાઓમાં કરી છે. એ આ પ્રમાણે છે
કેડિન, દિન્ન અને સેવાલ એ નામના ત્રણ તાપસના ગુરુ હતા. પ્રત્યેકના પાંચસો પાંચસે શિષ્ય હતા, આ પંદરસો ત્રણ તાપસ અષ્ટાપદ પર્વત પર આરેહણ કરી રહ્યા હતા. બધા તપસ્યાથી દુર્બલ થઈ રહ્યા હતા. કેડિગ્ન તાપસ પાંચસો શિષ્ય સાથે પહેલી મેખલા સુધી ચડ્યો. દિનને પરિવાર બીજી મેખલા સુધી ચડ હતો અને સેવાલને પરિવાર ત્રીજી મેખલા સુધી આરોહણ કરી ગયે હતે. અષ્ટાપદ પર્વત પર એક એક જનની આઠ મેખલાઓ હતી. ઉપર ચઢવાને કારણે તાપસે ખિન્ન થઈને બેઠા હતા. ત્યારે ગૌતમ સ્વામી ત્યાં આવ્યા અને જોતજોતામાં બુદ્ધિબળથી અષ્ટાપદ પર્વતના શિખર પર ચઢી ગયા. ગૌતમના પ્રસ્તુત તપોબલથી બધા તાપસ પ્રભાવિત થયા. એમના મનમાં એ આશ્ચર્ય થયું કે અમે તે એક-એક મેખલા પાર કરવામાં જ થાકીને લેથ થઈ ગયા છીએ અને આ મહાન તપસ્વી એકદમ શિખર સુધી પહોંચી ગયા. ખરેખર તે મહાન લબ્ધિધારી અને તપેલી છે. જ્યારે તે તપસ્વી અષ્ટાપદથી ઊતરી આવશે ત્યારે અમે એના શિષ્ય બની જઈશું.
ઇન્દ્રભૂતિ ગૌતમ શિખરથી પાછા ફરી નીચે આવ્યા. તાપસીએ વિનયપૂર્વક કહ્યું –આપ અમારા ગુરુ છે. અને અમે આપના શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org