________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
રાજા ગાગલિની દીક્ષા રાજગૃહથી ભગવાને ચંપા તરફ વિહાર કર્યો, એ સમયે સાલમહાસાલ મુનિઓએ ભગવાનને વંદન કરી કહ્યું–ભગવાન, જે આપની આજ્ઞા હોય તે અમે પૃષચંપામાં જે અમારે ભાણેજ ગાગલિ નામને રાજા છે, એને પ્રતિબંધ આપીએ. ભગવાને ગણધર ગૌતમની સાથે એમને ત્યાં જવાની આજ્ઞા આપી. ગૌતમ ત્યાં પહોંચ્યા. ગાગાલિ રાજાને ગૌતમસ્વામી સાથે પિતાના મામાના આગમનની વાત સાંભળી તો તે વંદન અને ઉપદેશ સાંભળવા માટે આવ્યું. ઉપદેશ સાંભળતાં જ રાજા ગાગલિ તથા એના પિતા પિઠર અને માતા યશેમતીને વૈરાગ્ય ઉત્પન્ન થયે. પુત્રને રાજ્ય આપી બધાંએ દીક્ષા લીધી."
એ પછી ગૌતમે સાલ, મહાસાલ, ગાગલિ, પિઠર અને યશોમતીની સાથે પૃષ્ઠચંપાથી ચંપા તરફ પ્રસ્થાન કર્યું, કેમકે ભગવાન ચંપામાં વિરાજમાન હતા. રસ્તામાં સાલ, મહાસાલ મુનિ ચિંતન કરવા લાગ્યા–બેન, બનેવી અને ભાણેજ બધા પ્રત્રજિત થઈ ગયા, એ ખૂબ સારું થયું. ગાગલ વિચારી રહ્યો હતો કે મારા સાલ, મહાસાલ મામા કેટલા ઉત્તમ છે, જેની અપાર કૃપાથી મને રાજ્યલક્ષ્મી ભેગવવાનો અવસર મળે અને અત્યારે મોક્ષલક્ષ્મી. આ પ્રમાણે ચિંતન કરતા કરતા તેઓ ક્ષપકશ્રેણી પર આરૂઢ થયા અને શુભ ધ્યાનથી એમને કેવલજ્ઞાન થઈ ગયું.
ગૌતમ ચંપા આવ્યા. એ પાંચેએ ભગવાનની પ્રદક્ષિણા કરી અને કેવલી પરિષદની તરફ આગળ વધ્યા. ગૌતમે કહ્યું-શ્રમણે, ૫ (ક) ઉત્તરાધ્યયન સટીક; અ, ૧૦, પત્ર ૧૫૪
(ખ) ત્રિષષ્ટિ. ૧૦,૯,૧૭૪. ६ अनुगौतममायाता पंचानामपि वम नि ।
शुभभाववशात्तेषामुदपद्यत केवलम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org