________________
૬૯૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
છીએ, તાપસના આગ્રહથી ગૌતમ સ્વામીએ એમને દીક્ષા આપી. પિતાના અક્ષીણ મહાનસ લબ્ધિબલથી ખીરથી ભરેલા એક જ પાત્રમાંથી પંદરસે તાપસ શ્રમણને ભરપેટ ભોજન કરાવ્યું. પિતાના ગુરુની આ અદ્ભુત લબ્ધિ જોઈને બધા તાપસ શ્રમણ ખૂબ પ્રસન્ન થયા. એ બધા તાપસ શ્રમણને ગૌતમ સ્વામી મહાવીરના સમવસરણમાં લઈ આવ્યા. ગૌતમ સ્વામી અને ભગવાનના ગુણ-ચિંતનથી ઉત્કૃષ્ટ પરિણામ આવતાં તેઓને પણ કૈવલ્ય પ્રાપ્ત થયું, તેઓ પણ એવી રીતે કેવલી પરિષદમાં જવા લાગ્યા ત્યારે ભગવાને એમની સ્થિતિ અંગે સ્પષ્ટીકરણ કર્યું.
હાં તે ભગવાનની વાત સાંભળી ગૌતમને ખૂબ આશ્ચર્ય થયું અને સાથે સાથે પિતાની છાવસ્થતા પર ખેદ થયે કે મારા શિષ્યો તે સર્વશ થઈ ગયા પણ હું હજી સુધી છદ્મસ્થ જ રહ્યો. ગુરુજી ગળ જ રહ્યા અને ચેલા સાકર બની ગયા–ખરેખર આ કહેવત ચરિતાર્થ થઈ રહી છે.
ગૌતમની મુકિતનું વરદાન
એ સત્ય છે કે પિતાના શિષ્યની પ્રગતિ તેમ જ અભિવૃદ્ધિથી એમના મનમાં કિંચિત્ માત્ર પણ ઈર્ષા ન હતી પરંતુ સ્વયં આટલી તપસ્યા, સાધના, ધ્યાન, સ્વાધ્યાય કરવા છતાં અને ભગવાન પ્રતિ અનન્ય શ્રદ્ધા હોવા છતાં પણ તેઓ હજી સુધી છઘસ્થમાં રહ્યા, એ વાતની એમના મનમાં ખૂબ ચેટ લાગી. તેઓ ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવા લાગ્યા કે મારી સાધના ક્યાં કમી છે? એવી કઈ રુકાવટ આવી રહી છે જેને તેડવાને હું અસમર્થ રહ્યો છું. સંભવ છે કેઈ કારણ એમના ધ્યાનમાં ન આવ્યું હોય એટલે તે ખૂબ ચિંતિત ૭ (ક) કલ્પસૂત્રાર્થપ્રબોધિની, પૂ. ૧૬૯ થી ૧૭૧
(ખ) કલ્પસૂત્ર બાલાવબોધિની, પૃ. ૨૬૦ (ગ) રિષષ્ટિ. ૧૦,૯,૨૪૧-૨૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org