________________
૮૮
ભગવાન મહાવીર : એક અનુશીલન માટીના લેપ સિવાય ચંદન કેસર આદિને પણ લેપ કરતું નથી. જે ભેજના પિતાને માટે બનાવ્યું હોય, ખરીદાયું હોય, યા અન્ય દ્વારા લેવાયેલ હોય, તે ભેજન ગ્રહણ કરતા નથી. એણે સ્નાન અને પીવાના પાણી અંગે પણ અમુક પ્રમાણ રાખ્યું છે. ગળેલું પાણી અને આપેલું પાણી ગ્રહણ કરે છે, પણ પિતાના હાથથી જળાશયથી ગ્રહણ કરતો નથી.
ગૌપ્રેમ–અંબડ આયુષ્ય પૂર્ણ કરી કઈ ગતિમાં જશે? * મહાવીર–અનેક વર્ષો સુધી સાધના પૂર્ણ જીવન વિતાવી અંબડ સંન્યાસી આખરે એક માસના અનશનની આરાધના કરી બ્રા દેવલોકમાં દેવ બનશે અને અંતમાં અંબડનો જીવ મહાવિદેહમાં મનુષ્ય જન્મ પામી નિર્વાણ પ્રાપ્ત કરશે.' - કાંપિલ્યપુરથી ભગવાને વિદેહભૂમિ તરફ ફરી પ્રસ્થાન કર્યું અને એકત્રીસમા વર્ષાવાસ વૈશાલીમાં કર્યો.
ગાંગેય અનગાર
વૈશાલીને વર્ષાવાસ પૂર્ણ થયા પછી ભગવાને કાશી-કોશલના પ્રદેશમાં પરિભ્રમણ કર્યું અને ફરી પાછા ગ્રીષ્મકાળમાં વિદેહ ભૂમિ તરફ પાછા ફર્યા. ભગવાન મહાવીર વાણિજ્યગ્રામની બહાર પધાર્યા. પ્રતિપલાશ ઉદ્યાનમાં વિરાજ્યા પ્રવચન પૂર્ણ થયા પછી શ્રોતાગણ પોતપોતાના ઘર તરફ પ્રસ્થાન કરી ચૂક્યા હતા. એ સમયે ગાંગેય નામક એક પાપત્ય મુનિ ભગવાનની સમીપ આવ્યા. ભગવાનની થોડે દૂર ઊભા રહીને એમને પૂછયું –
ભગવાન, નરકાવાસમાં નારક સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર !
મહાવીર–ગાંગેય, નારક સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ. ૧. ઓપપાતિક સૂત્ર અંબડ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org