________________
તરવચર્ચાઓ
૬૮૭
સાંભળ્યું કે અંબડ સંન્યાસી કંપિલપુરમાં એક સાથે સે ઘરમાંથી આહાર ગ્રહણ કરે છે. અને તે એક જ સમયે સોચે ઘરોમાં જોવા મળે છે.
ગૌતમે ભગવાનને પૂછયું–ભગવદ્ , શું આ સત્ય છે?
મહાવીર–ગૌતમ, અંબડ પરિવ્રાજક સ્વભાવથી ભદ્ર છે. નિરન્તર છઠ્ઠ-છઠ્ઠની તપસ્યા(બે દિવસને ઉપવાસ)ની સાથે આતાપના લેવાથી અને શુભ પરિણામથી વીર્ય લબ્ધિ અને વૈકિયલબ્ધિની સાથે અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થયું છે. જેના કારણે તે સો રૂપ બનાવી સો ઘરમાં દેખાય છે. અને સો ઘરોમાંથી આહાર ગ્રહણ કરે છે, તે સત્ય છે.
ગૌતમ–પ્રભુ, શું અંબડ પરિવ્રાજક આપની પાસે શ્રમણધર્મ ગ્રહણ કરશે?
મહાવીર–અંબડ જીવાજીવને જ્ઞાતા શ્રમણે પાસક છે. તે ઉપાસક જીવનમાં જ આયુષ્ય પૂર્ણ કરશે. પરંતુ શ્રમણુધર્મને સ્વીકાર કરશે નહીં. અંબડ સ્કૂલ હિંસા, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાનથી વિરત તથા સર્વથા બ્રહ્મચારી અને પૂર્ણ સંતોષી છે. તે યાત્રામાં ચાલવાના માર્ગે આવતા પાણી સિવાય કઈ નદી, કૂવે અથવા તળાવ આદિમાં ઊતરતું નથી. રથ, ગાડી, પાલખી આદિ વાહન અથવા હાથી, ઘેડા આદિ કોઈપણ વાહન પર બેસતું નથી. કેવલ પગપાળા ચાલે છે. ખેલ, તમાશા, નાટક આદિ જેતે નથી અને રાજકથા, દેશકથા આદિ કરતું નથી. તે લીલી વનસ્પતિનું છેદન-ભેદન અને સ્પર્શ પણ કરતો નથી. તે તુંબીનાં, લાકડાના પાત્ર અને માટીનાં વાસણ સિવાય લેહ, ત્ર! કાંસુ, તાંબુ, જસત, સીસા, ચાંદી, સેના વગેરે કઈ પણ પ્રકારનાં ધાતુપાત્ર રાખતા નથી. એક તામ્રમય પવિત્રક સિવાય કેઈ આભૂષણ ધારણ કરતા નથી. ગેરુઆ ચાદર સિવાય અન્ય કોઈ રંગીન વસ્ત્ર ધારણ કરતો નથી. શરીર પર ગંગાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org