________________
૬૮૪
- ભગવાન મહાવીર ઃ એક અનુશીલના
સમિલ વિચારી રહ્યો હતો કે ભગવાન ઉત્તર આપી શકે નહીં અને નિરુત્તર થઈ જશે, પણ ભગવાનને ઉત્તર સાંભળી એણે વિચાર્યું કે કેટલાક એવા અટપટા પ્રશ્ન પૂછું, જેને તેઓ ઉત્તર ન આપી શકે. એટલે એણે ભણ્યાભર્યા અંગે ફલેષાત્મક પ્રશ્ન પૂછળ્યો-ભગવન, સરસવ ભર્યા છે કે અભક્ષ્ય છે?
મહાવીર–સમિલ, હું સરસવને ભક્ષ્ય પણ માનું છું અને અભક્ષ્ય પણ
સેમિલ–તે કેવી રીતે ?
મહાવીર–બ્રાહ્મણગ્રંથોમાં “સરિસવ શબ્દ”ના બે અર્થ છે-એક સદશવય અને બીજો સર્ષપ યા સરસવ. એમાં સમાન વયવાળા ૧. સહજાત ૨. સહવર્ધિત, ૩. સહમાંશુક્રીડિત, એ ત્રણે શ્રમણ નિગ્રંથો માટે અભક્ષય છે અને ધાન્યસરિસવ જેને સરસવ કહે છે એમાં પણ સચિત્ત અને અચિત્ત, એષણીય, અનેષણય, યાચિત-અયાચિત, લબ્ધ–અલબ્ધ, એવા બે-બે ભેદ છે. એમાંથી અમે અચિત્તને જ નિને માટે ભક્ષ્ય માનીએ છીએ તે પણ એષણીય, યાચિત અને લબ્ધ હેય. એ ઉપરાંત સચિત્ત, અષણય વગેરે બધા પ્રકારના સરસવ શ્રમણ માટે અભક્ષ્ય છે. એટલે જ સરસવને હું ભક્ષ્ય અને અભક્ષ્ય બને માનું છું.
સોમિલ–માસ(અડદ)ને આપ ભક્ષ્ય માને છે કે અભક્ષ્ય? મહાવીર–તે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. સોમિલ–તે કેવી રીતે?
મહાવીર–બ્રાહ્મણ ગ્રંથમાં માસ(અડદ)ના બે પ્રકાર કહેવામાં આવ્યા છે. દ્રવ્યમાસ. અને કાલમાસ એમાંથી કાલમાસ શ્રાવણથી અસાડ માસ પર્યન્તના હોય છે જે બારેય માસ અભક્ષ્ય છે. દ્રવ્યમાસ પણ બે પ્રકારના છેઃ ૧. અર્થમાસ (માસ) અને ૨. ધાન્યમાસ (માસ) એમાંથી અર્થમાસના પણ બે પ્રકાર છેઃ સુવર્ણના માસ અને રૂપ્યમાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org